નવી દિલ્હીઃ Delhi Police Women Wrestlers FIR: ભારતીય રેસલિંગ ફેડરેશનના (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર રેસલરોનું વિરોધ પ્રદર્શન જારી છે. દિલ્હી પોલીસે બૃજભૂષણ વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરી છે, જેમાં એક પોક્સો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆરમાં મહિલા રેસલરોએ  WFI ના અધ્યક્ષ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોમાં જાતીય સતામણી, દુર્વ્યવહાર, અયોગ્ય સ્પર્શ અને શારીરિક સંપર્ક સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ઈન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, મહિલા રેસલરોએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેને વોર્મ અપ, ટૂર્નામેન્ટ દરમિયાન અને  WFI ની ઓફિસમાં યૌન શોષણનો સામનો કરવો પડ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં 7 માંથી 2 મહિલા રેસલરોએ જાતીય સતામણીની વાત કહી છે. 


આ બે મહિલા રેસલરોનો આરોપ છે કે શ્વાસ તપાસવાના બહાને બૃજભૂષણ શરણ સિંહે તેને ખોટી રીતે ટચ કરી અને યૌન શોષણ કર્યું. આ મહિલા રેસલરોએ આગળ કહ્યું કે, બૃજભૂષણના  WFI ના ચીફ તરીકે પ્રભાવ અને પોતાના કરિયર પર થનારી અસરને કારણે તેણે પહેલાં ક્યારેય આ મુદ્દે વાત કરી નથી.


આ પણ વાંચોઃ મા એ છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી હવે બાળકની માગી કસ્ટડી, ફેમિલી કોર્ટને આપી આ સલાહ


મહિલા રેસલરોએ લગાવ્યા છે ગંભીર આરોપ
એક મહિલા રેસલરે બૃજભૂષણ વિરુદ્ધ 5 વખત યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આરોપ પ્રમાણે એક ટૂર્નામેન્ટ દરમિયાન વર્ષ 2016માં એક રેસ્ટોરન્ટમાં બૃજભૂષણે એક મહિલા રેસલરને બોલાવી ખોટી રીતે તેના પેટ અને છાતીને ટચ કરી હતી. મહિલા રેસલરે પોતાની ફરિયાદમાં કહ્યું કે, આ ઘટના બાદ તેને નીંદર ન આવી, તે ભોજન ન કરી શકી અને ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી. 


આગળ ફરિયાદમાં આ મહિલા રેસલરે કહ્યું, વર્ષ 2019માં ફરી એક ટૂર્નામેન્ટ દરમિયાન બૃજભૂષણે તેના પેટ અને છાતીને ટચ કર્યા હતા. ત્યારબાદ પોતાના અશોક રોડ સ્થિત પર પર પણ તેને ખોટી રીતે હાથ લગાવ્યો હતો. મહિલાએ ફરિયાદમાં તે આરોપ લગાવ્યો કે બૃજભૂષણે પહેલાં દિવસે તેના ખભા અને જાંધ પર હાથ લગાવ્યો હતો. બીજા દિવસે પેટ અને છાતીને ટચ કરી. તેના પર તેણે કહ્યું કે તે શ્વાસની તપાસ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube