Wrestlers Protest: સંસદ સુધી પહોંચવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ બેરિકેડિંગ તોડી ધક્કામુક્કી કરી, પોલીસે કરી કાર્યવાહી
Wrestlers Parliament March Delhi Police: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવું સંસદ ભવન દેશને સમર્પિત કરી દીધુ છે. આ બધા વચ્ચે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલીને બેઠેલા કુશ્તીબાજોએ જ્યારે મંજૂરી વગર સંસદ ભવન તરફ કૂચ કરવાની કોશિશ કરી તો તે દરમિયાન પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડવાની સાથે ધક્કામુક્કી કરી તો પોલીસે મોટી કાર્યવાહી કરી.
Wrestlers Protest Bajrang Punia Vinesh Phogat detained by police: જંતર મંતર પર ડટેલા કુશ્તીબાજોએ મંજૂરી વગર સંસદ ભવન સુધી માર્ચ કાઢવાની કોશિશ કરી તો દિલ્હી પોલીસે તેમને અટકાયતમાં લઈ લીધા. આ પહેલવાનોમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, અને બજરંગ પુનિયા સહિત અનેક દિગ્ગજ પહેલવાનો સામેલ છે. સંસદ તરફ જવા માટે અડી ગયેલા કુશ્તીબાજોએ પોલીસ બેરિકેડ તોડી નાખી અને તેમની સાથે ધક્કામુક્કી કરી ત્યારબાદ તેમની અટકાયત થઈ.
પોલીસે જંતર મંતરથી હટાવ્યા ટેન્ટ
દિલ્હી પોલીસે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત તમામ પ્રદર્શનકારી પહેલવાનોને તેમના સમર્થકો સહિત અટકાયતમાં લીધા છે તથા રવિવારે જંતર મંતર પર ધરણા સ્થળ પર લાગેલા તેમના ટેન્ટ પણ હટાવી દીધા છે. અધિકારીઓએ પહેલવાનોને કહ્યું કે દેશ વિરોધી કશું ન કરો. આ અગાઉ પ્રદર્શનકારી કુશ્તીબાજોએ પોતાના સમર્થકો સાથે પોલીસ બેરિકેડ્સ તોડીને નવા સંસદ ભવન તરફ માર્ચ કરવાની કોશિશ કરી. જો કે ભારે સંખ્યામાં તૈનાત પોલીસકર્મીઓએ તેમને રોક્યા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube