નાનપણથી લખી રહ્યા છે `રામ` નામ : 94 વર્ષના દાદીની અનોખી રામભક્તિ,જુઓ આ રિપોર્ટ
ભગવાન રામ પ્રત્યે દરેક લોકોને શ્રદ્ધા છે. લોકો ભગવાન રામની ભક્તિ કરતા હોય છે. ઘણા લોકો બુકમાં રામ-રામ લખતા હોય છે. આવા એક 94 વર્ષીય રામભક્ત દાદીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ શ્રી રામ દરેક વ્યક્તિઓના હ્દયમાં વસે છે. દેશ-વિદેશમાં રામભક્તોની કોઈ કમી નથી આવામાં સોશિયલ મીડિયા પર હાલ 94 વર્ષના એક રામભક્ત દાદીનો વીડિયો સામે આવ્યો છે. 94 વર્ષોના આ દાદી વર્ષોથી રામ નામ લખતા આવ્યા છે અને હવે રામ નામ લખવાનો તેમનો આંકડો એક કરોડની નજીક પહોંચી ગયો છે.
કરોડો રામભક્તો અયોધ્યામાં બની રહેલા રામમંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ રામભક્તો રામ લલ્લાને રામમંદિરમાં બિરાજમાન થતાં જોઈ શકશે. શ્રી રામ દરેક વ્યક્તિઓના હ્દયમાં વસે છે. દેશ-વિદેશમાં રામભક્તોની કોઈ કમી નથી આવામાં હાલ એક રામભક્ત દાદી ચર્ચામાં છે..
આ છે દહેરાદૂનના સુબલક્ષ્મી. આ દાદીની ઉંમર 94 વર્ષ છે. 94 વર્ષની ઉંમરમાં પણ આ દાદી પર રામ નામની ગજબની ધૂન સવાર છે. આ દાદી શ્રી રામ પ્રત્યે શ્રદ્ધા તો રાખે છે પણ સાથે સાથે શ્રી રામ માટે કંઈ ખાસ પણ કરે છે. આ દાદી નાનપણથી જ રામ નામ લખતા આવ્યા છે. અત્યાર સુધી તેઓ લાખો વાર રામ નામ લખી ચુક્યા છે અને હવે આંકડો એક કરોડની નજીક પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી ટોચનાં અબજોપતિઓની યાદીમાંથી બહાર, કોની કેટલી સંપત્તિ ગુમાવી
દહેરાદૂનના એક આશ્રમમાં રહેતા સુબલક્ષ્મીની ઉંમર 94 વર્ષ થઈ ચુકી છે પણ રામભક્તિની સામે તેમની ઉંમર ફ્કત એક આંકડો છે. રામ નામ લખવું હવે તેમની દિનચર્યાનો હિસ્સો બની ગયો છે. આ દાદીનો સંકલ્પ છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ રામ નામ લખતા રહેશે. દાદીનું માનવું છે કે રામ નામ લખવાથી તેમને સકારાત્મક ઉર્ઝા મળે છે.
આ રામભક્ત દાદી માટે સંસારમાં રામ નામને સૌથી સર્વોચ્ચ માને છે. રામભક્ત દાદી 15 વર્ષની ઉંમરથી રામ નામ લખતા આવ્યા છે. દાદીનું માનવું છે કે
રામ નામનો જાપ કરવાથી મોટામાં મોટી મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકાય છે. સોશિયલ મીડિયા પર રામભક્ત દાદીની ચર્ચા છે અને લોકો રામભક્ત દાદીની રામભક્તિથી ખુબ પ્રભાવિત થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube