કિંગદાઓ : વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, શનિવારે ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી મુલાકાતને એક મહત્વપુર્ણ પરિણામ એ રહ્યું કે, ચીનની તરફથી માહિતી આપવામાં આવી કે, રાષ્ટ્રપતિ શી 2019માં ભારત યાત્રાએ આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, શંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક બેઠક માટે વડાપ્રધાન શનિવારે ચીનનાં કિંગદાઓ શહેર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે ચીની રાષ્ટ્રપતિ સાથેદ દ્વિવિપક્ષીય બેઠક પણ કરી. વિદેશ સચિવે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ શી ચિનફિંગે વુહાન સમિટને ખુબ જ સકારાત્મક ગણાવ્યું હતું. તેમણે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં એક નવી શરૂઆત ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અમારા સંબંધોને મહત્વપુર્ણ ગણાવ્યું હતું.

વિજય ગોખલેએ મીટિંગ અંગે માહિતી આપતા જણાવ્યું કે નવુ પીપલ ટુ પીપલ તંત્ર વિકસિત કરવામાં આવશે. ભારતની તરફથી વિદેશ મંત્રી તેની આગેવાની કરશે. જ્યારે ચીનની તરફથી સ્ટેટ કાઉન્સિલ ફોરેન મિનિસ્ટર વાંગ યી તેનું નેતૃત્વ કરશે. તેનાં મુદ્દે પોતાની બેઠક આ વર્ષે યોજાશે. એસસીઓની બેઠકમાં શનિવારે ભારત અને ચીનની વચ્ચે 2 સમજુતી પર હસ્તાક્ષર થયા. SCO સમ્મેલનમાં આતંકવાદ અને કટ્ટરપંથની વિરુદ્ધ જંગમાં સહયોગ વધારવા માટે નક્કર પદ્ધતી શોધવામાં આવશે તથા વર્તમાન વૈશ્વિક મુદ્દા અંગે વિચાર વિમર્શ થશે.