શી જિનપિંગ આજે મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પાકિસ્તાનના શ્વાસ થશે અધ્ધર
ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આજે પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત ચેન્નાઈ પહોંચશે.
નવી દિલ્હી: ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) આજે પોતાના બે દિવસના પ્રવાસ અંતર્ગત ચેન્નાઈ પહોંચશે. જિનપિંગ બપોરે ચેન્નાઈ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી (Narendra Modi) સાથે તેમની મુલાકાત સાંજે પાંચ વાગે મહાબલીપુરમ (Mahabalipuram)માં થશે. સમુદ્ર કિનારે વસેલા આ પ્રાચીન શહેરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે અસહજ સ્થિતિ પેદા થઈ ગઈ હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે બેઈજિંગમાં જિનપિંગની સાથે વાતચીતમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...