નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં હવે કોરોના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કોરોનાથી બચવાનું જ્ઞાન આપી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને આઈપીએસ રૂપિન શર્માએ શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે આને પણ સાંભળો. વીડિયોમાં એક વ્યક્તિ કોરોનાથી બચવા માટે દારૂ અને ગાંજો પીવાની સલાહ આપી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે કોરોનાથી બચવા માટે દારૂ અને ગાંજો એક જ ઉપાય છે. જો તમને દારૂ પીવાનું પસંદ નથી તો તમે ભોજનમાં બે ઢાંકણ દારૂ ભેળવી શકો છો. 


UP:  રાપ્તી નદીમાં ફેંકવામાં આવ્યો કોરોના સંક્રમિત વ્યક્તિનો મૃતદેહ, વાયરલ થયો Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube