નવી દિલ્હી : ગંદું નાળુ કહેવાતી યમુના હવે નદી બનીને તોફાની બની છે. આજે યમુનાના સ્વછંદ નદી બનીને વહી રહી છે અને આ બહાવમાં પોતાની સાથે તે તમામ ગંદકીને પણ વહાવી લહી રહી છે, જેને સાફ કરવાનાં નામ પર તમામ સરકારો અબજો રૂપિયા વહાવી રહી છે. જેને સાફ કરવાનાં નામે તમામ સરકારો અબજો રૂપિયા વહાવી રહી છે. દિલ્હીમાં યમુના નદી સતત ખતરેના નિશાનથી ઉપર વહી રહી છે. અહીં યમુનાના વિસ્તારમાં રહી રહેલા 1000 કરતા વધારે પરિવારોને રવિવારે સવાર સુધી સુરક્ષીત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાના હથિની કુંડ બેરાજથી પાણી છોડવામાં આવવા અને ક્ષેત્રમાં સતત થઇ રહેલા વરસાદના કારણે નદીનું જળ સ્તર વધીને 205.46 મીટર થઇ ગયું છે. 31 જુલાઇ સુધીમાં નદીનું જળસ્તર 206.60 મીટર સુધી વધવાની સંભાવના છે. હરિયાણાએ શનિવારે સાંજે 6 વાગ્યે બેરેજથી છ લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું. હાથિની કુંડ બેરેજથી છોડવામાં આવેલ પાણીને અહીં પહોંચવામાં સામાન્ય રીતે 72 કલાક લાગે છે. આ બેરેજથી દિલ્હીના લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. 


પુર અને નિયંત્રણ વિભાગ અધિકારીએ જણાવ્યું કે પ્રત્યેક કલાકે વધારે પાણી છોડવામાં આવશે, જે કારણથી અહીં નદીઓનાં જળ સ્તરમાં વધારો થશે. અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. પ્રીત વિહારના નોડલ અધિકારી અરૂણ ગુપ્તાએ જણાવ્યું કે, તંત્રએ પુર્વી ક્ષેત્રના 1000 પરિવાર માટે 750 ટેંટ લગાવ્યા છે. તેના માટે ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 



નદીની નજીકના નિચાણવાળા વિસ્તારોમાં રહી રહેલા લોકોને ઉંચાઇવાળા વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. કોઇ પણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે હોડીઓને ફરજંદ કરાઇ છે. ત્વરિત પ્રતિક્રિયા ટીમને પણ ઇમરજન્સી પરિસ્થિતીને પહોંચી વળવા માટે ફરજંદ કરાઇ છે. 



હાલના દિવસોમાં હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અધિકારી હથિની કુંડ બેરેજમાં પ્રતિદિવસ વધારે પાણી છોડી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હીના નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતીને જોતા અધિકારીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.