Twitter માંથી કાઢી મૂકાયેલા આ યુવકે લખી એવી પોસ્ટ...લોકો કરી રહ્યા છે ખુબ વખાણ
Yash Agarwal Fired From Twitter: ટ્વિટરના નવા બોસ પોતાના નિર્ણયો અને કારનામાના પગલે દુનિયાભરમાં હાલ ચર્ચામાં છે. આ જ કડીમાં ટ્વિટરે વૈશ્વિક સ્તરે પોતાની છટણી નીતિ હેઠળ ભારતમાં પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધુ છે. યશ અગ્રવાલ નામના યુવકને પણ ટ્વિટરે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ યુવક હાલ ખુબ ચર્ચામાં છે.
Yash Agarwal Fired From Twitter: ટ્વિટરના નવા બોસ પોતાના નિર્ણયો અને કારનામાના પગલે દુનિયાભરમાં હાલ ચર્ચામાં છે. આ જ કડીમાં ટ્વિટરે વૈશ્વિક સ્તરે પોતાની છટણી નીતિ હેઠળ ભારતમાં પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધુ છે. યશ અગ્રવાલ નામના યુવકને પણ ટ્વિટરે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. આ યુવક હાલ ખુબ ચર્ચામાં છે કારણ કે તેણે નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ એક એવી ટ્વીટ કરી કે દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ.
ખુશમિજાજ તસવીર સાથે પોસ્ટ
વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ 25 વર્ષના એક ભારતીય યુવક યશ અગ્રવાલને પણ ટ્વિટરે નોકરીમાંથી બરતરફ કરી દીધો. નોકરી ગયા બાદ યશ અગ્રવાલે પોતાની એક ખુશમિજાજ તસવીર સાથે પોસ્ટ શેર કરી. આ તસવીરેમાં તે બે મોટા ઓશીકા પકડીને ઊભેલો જોવા મળે છે. જેના પર ટ્વિટરનો લોગો છે. પોસ્ટમાં તેણે પોતાની નોકરી જવા અંગે જણાવ્યું.
ટીમનો હિસ્સો બનવું સૌથી મોટું સૌભાગ્ય
તેમણે લખ્યું કે હમણા જ નોકરી ગઈ છે. ટ્વિટર સાથે કામ કરવું, આ ટીમનો, આ કલ્ચરનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ ટીમની સંસ્કૃતિનો ભાગ બનવું એ અત્યાર સુધીનું સૌથી મોટું સૌભાગ્ય છે. યશ અગ્રવાલે આ પોસ્ટ ટ્વિટર ઉપરાંત પોતાની લિંક્ડઈન પ્રોફાઈલ ઉપર પણ શેર કરી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube