AAPની રેલીમાં ભાજપના બળવાખોરો, કેજરીવાલે કહ્યું મોદીએ કામ કર્યું કે અમે?
આમ આદમી પાર્ટીની નોએડા રેલી દરમિયાન ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હા અને ભાજપ છોડી ચુકેલા પુર્વ મંત્રી યશવંત સિન્હાએ હાજરી આપી હતી
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની નોએડા રેલી દરમિયાન ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિન્હા અને ભાજપ છોડી ચુકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મંચ વહેંચ્યું હતું. આ દરમિયાન કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કામ નહી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હી સરકારને પણ કામ નથી કરવા દેતા.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હી સરકારે 1000 ક્લીનિક બનાવ્યા છે, તો શું વડાપ્રધાનજી સમગ્ર દેશમાં એવું કરી શકે છે. જો કે તેમણે પોતે તો એવું નથી કર્યું, સાથે જ અમે પણ એવું કરવાથી રોકવા માટેનો સંપુર્ણ પ્રયાસ કર્યો. ચાર વર્ષ બાદ હું દેશની જનતાને પુછવા માંગુ છું કે મોદીજીએ વધારે કામ કર્યું અથવા આમ આદમી પાર્ટીએ.
ખોટુ બોલવાનો આરોપ
જન અધિકાર રેલીના નામથી આયોજનમાં યશવંત સિન્હાએ કહ્યું કે, દેશની રાજનીતિ બદલી રહી છે અને સૌથી મોટુ પરિવર્તન કેટલાક વર્તમાન નેતાઓખોટુ બેલવાથી આવ્યો છે, ખાસ કરીને દેશનાં ઉચ્ચ પદસ્થ નેતાઓ દ્વારા. આ હાલના વિશાળ જનતાને જોઇને એક સંતોષ તો છે કે જનતા હવે તે અસત્યમાં નથી આવનારી છે.
તેમણે કહ્યું કે, અમારા દેશમાં તે પરંપરા નથી કે દોષીત હોય તેને ચાર રસ્તા પર ઉભા રાખીને મારવામાં આવે. અમારા દેશમાં વોટના માધ્યમથી તે લોકોને દંડિત કરવામાં આવે છે, જેમને જનતા સામે ખોટુ બોલ્યા. આજે નોટબંધી સંપુર્ણ રીતે ફેઇલ છે. નોટબંધીના કારણે તમામ ઉદ્યોગો ઠપ્પ થઇ ચુક્યા છે. આજે દેશનાં સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિની અંદર અહમ પ્રવેશી ચુક્યો છે. હું તમામ વસ્તુ કરી શકું છું મારા સિવાય કંઇ કરી શકે તેમ નથી તેવો અહમ આવી ચુક્યો છે.