હાલના સમયમાં જે રીતે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે તે જોતા હવે સોનું  તો જાણે પહોંચની બહાર પહોંચી ગયું હોય તેવું લાગે છે. પહેલાના ભાવ અને અત્યારના ભાવ જોઈએ તો ચોંકી જવાય. આવું જ કઈક એક સોનાના  બિલ બાદ લોકોમાં જોવા મળી રહ્યું છે. 1959નું એક સોનાનું બિલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ  થઈ ર હ્યું છે. બિલમાં સોનાનો ભાવ એટલો ઓછો છે કે તમે અંદાજો નહીં લગાવી શકો. બિલનો ફોટો @upscworldofficial નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયું છે. હાલ સોનાનો ભાવ લગભગ 80 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામી આસપાસ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલમાં 1 તોલા સોનાનો ભાવ
વર્ષ 1959નું આ સોનાનું બિલ જે વાયરલ  થઈ રહ્યુ છે તે કોઈ દાગીનાની દુકાનનું છે. વાયરલ બિલ મરાઠી ભાષામાં છે. આ બિલ જે દુકાનનું છે તેનું નામ વામન નિંબાજી અષ્ટેકર છે. ગ્રાહકનું નામ શિવલિંગ આત્મારામ છે. બિલમાં કુલ 909 રૂપિયાનું સોનું અને ચાંદી ખરીદવામાં આવ્યા છે. બિલમાં એક તોલા સોનાનો ભાવ માત્ર 113 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. 



આ બિલ પર સોશિયલમીડિયામાં યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. યૂઝર્સ મજા લેતા કમેન્ટ કરે છે કે આજકાલ તો આટલા પૈસામાં સારો આઈસ્ક્રીમ પણ ખાવા ન મળે. હાલમાં એક તોલા (10 ગ્રામ)સોનાના ભાવમાં એ જમાનામાં તો સોનાના ઢગલે ઢગલા આવી જાત. આ કેસમાં તો વડીલોની એ શિખામણ સાચી સાબિત થઈ રહી છે કે પૈસા વધારવા હોય તો સોનું ખરીદતા રહો. તેમાં ક્યારેય નુકસાન જશે નહીં. ઉદાહરણ આ રીતે સમજો. 


10 ગ્રામ સોનું તે સમયે 113 રૂપિયાનું હતું. જ્યારે આજના સમયમાં સોનાનો ભાવ 80 હજાર રૂપિયાની આસપાસ હશે. આજે જેટલો ભાવ છે એટલા પૈસાનું એ વખતે સોનું લીધુ હોત તો 7 કિલો 79 ગ્રામ સોનું આવત.


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)