Lunar Eclipse November 2021: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને આમ તો ધર્મ અને જ્યોતિષમાં અશુભ ગણવામાં આવ્યા છે. આથી આ દરમિયાન શુભકાર્ય કરવાની, ખાવા પીવાની મનાઈ કરવામાં આવી છે. આ ગ્રહણ લોકો ઉપર મોટા પાયે પ્રભાવ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહણની તમામ 12 રાશિઓના જાતકો પર અસર થતી હોય છે. 19 નવેમ્બર 2021ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જેની તમામ જાતકો પર શુભ-અશુભ અસર જોવા મળશે. કેટલીક રાશિઓ માટે તો જો કે આ ગ્રહણ ખુબ શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિના જાતકો માટે શુભ છે ચંદ્રગ્રહણ


મેષ(Aries): મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ કરિયરના નામલે શુભ સાબિત થશે. નવી તકો મળી શકે છે જે તમને ભવિષ્યમાં મોટો લાભ કરાવશે. આથી આ તકને હાથમાં જવા ન દેતા. 


કન્યા (Virgo): કન્યા રાશિના જાતકો આ દિવસે હ્રદયથી ખુશી મહેસૂસ કરશે. દિલની વાત સાંભળીને આગળ વધશો એ સારું રહેશે. સફળતા જરૂર મળશે. જો કોઈ નવું કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેને લાગૂ કરવા માટે ઉત્તમ સમય છે. 


તુલા (Libra): તુલા રાશિના જાતકો માટે વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ કરિયર માટે મોટી સફળતા લાવનારું બની શકે છે. જાતકોને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આ સાથે ધન લાભ થશે જે આર્થિક સ્થિતિને સારી કરશે. બસ આ દરમિયાન દલીલોથી બચજો. 


કુંભ (Aquarius): 19 નવેમ્બર 2021ના રોજ ચંદ્રગ્રહણ કુંભ રાશિના જાતકો માટે આર્થિક લાભ લાવનારું રહેશે. વર્કપ્લેસ પર નવી જવાબદારી મળી શકે છે અને તેને તમે ખુબ સારી રીતે નિભાવશો. મહેનતનું ફળ મળશે, પ્રશંસા મળશે. 


મીન (Pisces): મીન રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. તમે સારા કામ કરશો અને પ્રશંસા પણ મેળવશો. મામલો પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ સુધી જઈ શકે છે. ધન લાભ થશે. જૂનું દેવું ચૂકવી શકશો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)