Year Ender 2023: વર્ષ 2023 આવવાનું છે. નવા વર્ષના આગમનમાં હવે ગણતરીના દિવસ બાકી છે. આ વર્ષ ઘણા મોટા વિવાદો અને કૌભાંડોનું સાક્ષી રહ્યું. તેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા, ચીનના બે મંત્રીઓનું અચાનક ગાયબ થવું, રાહુલ ગાંધીનો ફ્લાઇંગ કિસ વિવાદ અને વેગનર પ્રમુખનું મોત સામેલ છે. આવો તેના પર એક નજર કરીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીનો ફ્લાઇંગ કિસ વિવાદ
કેરલના વાયનાડથી લોકસભા ક્ષેત્રથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાનું સાંસદ પદ પરત મેળવ્યા બાદ 9 ઓગસ્ટે લોકસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેઓ ફ્લાઇંગ કિસને લઈને વિવાદમાં આવ્યા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની ખુબ આલોચના કરી અને કહ્યું કે તેનામાં ગરિમાની કમી છે. ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ જે પ્રકારે વ્યવહાર કર્યો, તેનાથી ખ્યાલ આવે છે કે તે કયાં ખાનદાનમાંથી આવે છે. તેમનો પરિવાર અને પાર્ટીની મહિલાઓ પ્રત્યે દ્રષ્ટિકોણ કેવો છે. 


આ મામલો કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજા દિવસનો છે. તે સમયે સ્મૃતિ ઈરાની ભાષણ આપી રહ્યા હતા. રાહુલ જ્યારે સંસદની બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી કેટલીક ફાઈલો પડી ગઈ હતી. જ્યારે તેઓ તેને લેવા માટે નીચે ઝૂક્યા ત્યારે બીજેપી સાંસદ હસી પડ્યા, જેના પર તેમણે તેમને ફ્લાઈંગ કિસ આપી અને ગૃહમાંથી બહાર નીકળી ગયા.


આ પણ વાંચોઃ Year Ender 2023 : દેશના ટોપ 5 રાજનેતા જે આ વર્ષે ચર્ચામાં રહ્યાં


હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડ
કેનેડામાં  બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરૂદ્વારાની બહાર જૂનમાં ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ સંસદમાં આપેલા ભાષણમાં આ હત્યાકાંડ પાછળ ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી, ત્યારબાદ બંને દેશના સંબંધોમાં ટકરાવ જોવા મળ્યો હતો. 


ટ્રુડોના આરોપોને ભારતે નિરાધાર અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. તેણે ઘટનામાં કોઈ પ્રકારની સંડોવણીમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. ભારતે પણ કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવીને કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. આ સાથે તેણે કેનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું, જેના પછી ટ્રુડોએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા.


મહુઆ મોઇત્રાનો કેશ ફોર ક્વેરી વિવાદ
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને 8 ડિસેમ્બરે લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તે કેશ ફોર ક્વેરી વિવાદને લઈને ચર્ચામાં હતા. એથિક્સ કમિટીના રિપોર્ટમાં મહુઆને અનૈતિક આચરણમાં દોષિ ઠેરવ્યા હતા. મહુઆ પર વકીલ જય અનંત હેદાદ્રાઈ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સવાલ પૂછવાના બદલે બિઝનેસમેન દર્શન હીરાનંદાની પાસેથી ભેટ લેવાનો આરોપ લગાવ્યો હતો. 


રશ્મિકા મંદાના ડીપ ફેક વીડિયો
એઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. સારા કામો સિવાય ખોટા કામમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવેમ્બરમાં સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાના વાયરલ ડીપ ફેક વીડિયોથી તેના પર ચર્ચા શરૂ થઈ હતી. આ વીડિયોમાં છેડછાડ કરતા એક મહિલાની જગ્યાએ રશ્મિકાનો ચહેરો લગાવી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 66 ડી હેઠળ આવા મામલામાં સજા આપવાની જોગવાઈ છે, જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને  છેડછાડ કરવામાં આવી હોય.


વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિનની હત્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનાર વેગનર ગ્રુપના સંસ્થાપક અને કમાન્ડર યેવગેની પ્રોગિઝિનનું એક વિમાન દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું. આ વિમાન સેન્ટ પીટર્સબર્ગ જતા સમયે 23 ઓગસ્ટે રાજધાની મોસ્કોના ઉત્તરમાં દુર્ઘટનાનું શિકાર થઈ ગયું, જેમાં 10 લોકોના મોત થયા હતા. પરંતુ વિમાન કયાં કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું, તેના કારણો સામે આવ્યા નથી. 


પ્રિગોઝિને પોતાના મોતના બે મહિના પહેલા રશિયન સૈનિકો વિરુદ્ધ વિદ્રોહ શરૂ કર્યો હતો. તેને રાષ્ટ્રપતિ પુતિને દેશદ્રોહી ગણાવતા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. પુતિન વિશે તે વાત જાણીતી છે કે તે પોતાના દુશ્મનોને માફ કરતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube