પીળી સાડીવાળા મહિલા મતદાન અધિકારી રિના દ્વિવેદી હવે ગુલાબી સાડીમાં છવાયા ઈન્ટરનેટ પર
સોમવારે પેટા ચૂંટણીમાં મતદારો જ્યારે લખનઉના કૃષ્ણનગર મતદાન મથક પર મતદાન કરવા ગયા ત્યારે તેઓ રીના દ્વિવેદીને જોઈને ખુશ થઈ ગયા હતા. દરેક મતદાર તેમની સાથે ફોટો પડાવા માટે આગ્રહ કરતો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ સોમવારે જ્યારે ઉત્તર પ્રદેશમાં 11 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ(PWD) અધિકારી રીના દ્વિવેદી લખનઉમાં એક મતદાન મથક પર ડ્યુટી પર હતાં. હા, આ એ જ રીના દ્વિવેદી જે લોકસભા ચૂંટણી 2019માં પીળી સાડી પહેરીને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. આ વખતે તેઓ ગુલાબી સાડીમાં જોવા મળ્યા હતા.
રીના દ્વિવેદી લખનઉના કૃષ્ણનગર વિસ્તારમાં એક મતદાન મથક પર ડ્યુટી પર હતા. તેમણે ગુલાબી સાડી સાથે કાળા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું અને મતદાન મથક પર મિલિયન ડોલરની સ્માઈલ સાથે જોવા મળ્યા હતા.
વોટ આપવા ગયેલા જયા બચ્ચનને અચાનક શા માટે આવી ગયો ગુસ્સો?
થોડ મહિના પહેલા લોકસભા ચૂંટણી પછી તેમણે હરિયાણાની લોકપ્રિય ડાન્સર સપના ચૌધરીના ગીત 'તેરી આંખ કા યો કાજલ' પર ડાન્સ કર્યો હતો. તેમના આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.