નવી દિલ્હી: મુંબઇમાં યસ બેંક (Yes Bank) સાથે જોડાયેલા સાત ઠેકાણા પર CBI રેડ પાડી છે. જાણકારી અનુસાર મુંબઇના બાંદ્વા પૂર્વમાં સ્થિત RKW ડેવલોપર્સના ઓફિસ પર રેડ પાડી છે. યસ બેંકે આ કંપનીને 750 કરોડની લોન આપી હતી. આ ઉપરાંત એલફિંસ્ટન રોડ (પ્રભાદેવી) અને લોવર પરેલમાં રાણા કપૂરની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર ટંડનની ઓફિસ પર પણ CBI રેડ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં રવિવારે મોડી સાંજે યશ બેંકના સંસ્થાપક રાણા કપૂરની પુત્રી રોશની કપૂર બ્રિટિશ એરવેજથી લંડન ભાગવાની ફીરાકમાં હતી. તેમણે મુંબઇ એરપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ તેમને ભારત છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


તમને જણાવી દઇએ કે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર (Rana Kapoor) ને 11 માર્ચ સુધી ઇડી (ED)ની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઇની વિશેષ અવકાશ કોર્ટે કપૂરને ત્રણ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દેવાના આદેશ આપ્યા. ઇડીએ તેણે રવિવારે બપોરે 3 વાગે મની લોન્ડ્રીંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ ED એ મુંબઇ સ્થિત રાણા કપૂરના ઘરે રેડ પાડી હતી. આ દરમિયાન યસ બેંક સાથે જોડાયેલા દસ્તાવેજ ખંગાળવામાં આવ્યા.  


રાણા કપૂર પર આરોપ
રાણા કપૂર પર આરોપ છે કે તેમણે ઘણી શેલ કંપનીઓની રચના કરી જેથી કથિત રીતે લાંચમાં મળેલી રકમને પચાવી પાડી શકાય. ઇડી પસે આ વાતના પુરાવા છે કે ડીએચએલએફને રાણા કપૂરની મદદથી લોન આપવામાં આવી. જ્યારે ડીએચએલએફ તેને ચૂકવવામાં નિષ્ફળ હતી. ઇડીએ શરૂઆતી તપાસમાં શોધી કાઢ્યું કે યસ બેંકે ડીએચએલએફને લગભગ 3 હજાર કરોડની બેડ લોન આપી હતી. રાણા કપૂર અને ડીએચએલએફ વચ્ચે સંબંધને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહી છે. આરોપ છે કે લોનના બદલા કપૂરની પત્નીના ખાતામાં કથિત રેતે લાંચની રકમ મોકલવામાં આવી હતી.


તમને જ જણાવી દઇએ કે આરબીઆઇએ કહ્યું હતું કે યસ બેંકના નિર્દેશક મંડળને તત્કાલિન પ્રભાવથી ભંગ કરી દેવામાં આવ્યો છે અને ભારતીય સ્ટેટ બેંકના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી પ્રશાંત કુમારે યસ બેંકના વહિવટી સંચાલક નિમવામાં આવ્યા છે. આદેશ 5 માર્ચ 2020 એટલે કે સાંજે 6 વાગ્યાથી લાગૂ થશે અને હાલ માટે 3 એપ્રિલ 2020 સુધી લાગૂ રહેશે.  
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ યસ બેંક પર કડકાઇ વર્તતા તેમાંથી ઉપાડની સીમા 50 હજાર રૂપિયા નક્કી કરી છે. આરબીઆઇનો આ આદેશ આગામી એક મહિના માટે છે. એનએસઇએ યસ બેંકના ફ્યૂચર અને ઓપ્શનના સોદા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના લીધે દેશભરના યસ બેંકના ગ્રાહકોમાં ડર યથાવત છે અને ગુરૂવાર રાત્રે ઘણા શહેરોમાં યસ બેંકના એટીએમમાં ગ્રાહકોની લાઇનો જોવા મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube