નવી દિલ્હી : યસ બેંકનાં પૂર્વ સીઇઓ રાણા કપૂરનાં સમગ્ર પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ રાણા કપુરની પુત્રી રોશની કપુરને લંડન જતા અટકાવવામાં આવી છે. યસ બેંક સંકટ મુદ્દે રાણા કપુરની સાથે જ સમગ્ર પરિવાર શંકાના વર્તુળમાં આવી ચુક્યો છે. બીજી તરફ તેની પુત્રી રોશની ભારત છોડવાની ફિરાકમાં હતી. રોશની કપુર મુંબઇ એરપોર્ટથી લંડન જઇ રહી હતી. જો કે રોશનીને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવી હતી. બીજી તરફ રાણા કપૂરનાં જમાઇ આદિત્યની વિરુદ્ધ પણ લુક આઉટ સર્કુલર બહાર પાડવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ કેસમાં નાટ્યાત્મક વળાંક, પોલીસે બાળકોને દેખાડ્યા પોર્ન ?
બીજી તરફ યસ બેંકનાં સંસ્થાપક રાણા કપૂર પર શકંજો કસવામાં આવી રહ્યો છે. 11 માર્ચ સુધીમાં પ્રવર્દન નિર્દેશાલય (ED) ની કસ્ટડીમાં મોકલાયેલા રાણા કપૂરના મુદ્દે હવે એક નવો ખુલાસો થયો છે. સુત્રો અનુસાર રાણા કપૂરનાં કેટલાર રોકાણો શંકાના વર્તુળમાં છે. તપાસમાં સામે આવ્યું કે, રાણા કપુરે 2000 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તીમાં રોકાણ કર્યું હતું. આ સંપત્તી ભારતમાં છે. ઇડીને શંકા છે કે, સંપત્તીઓમાં લાંચના પૈસા લગાવાયા હતા. યૂનાઇટેડ કિંગ્ડમ (યુકે)માં પણ સંપત્તીઓનો ખુલાસો થયો છે.


મૂળી: ડાયરામાં થયો નોટોનો વરસાદ, યુવકની બંદુકો સાથે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી
સેલ કંપનીઓની રચના
સુત્રોનું કહેવું છે કે, રાણા કપુર પર આરોપ છે કે, તેમણે અનેક શેલ કંપનીઓની રચના કરી જેથી કથિત રીતે લાંચમાં મળેલી રકમને સગેવગે કરી શકાય. ઇડીની પાસે આ વાતનાં પુરાવા છે કે, ડીએચએફએલને રાણા કપુરની મદદથી લોન આપવામાં આવી, જ્યારે ડીએચએફએલ તેને ચુકવવામાં નિષ્ફળ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર બિન્દુ કપુર અને તેમની ત્રણ પુત્રી રાખી, રોશની અને રાધાના નામે અનેક કંપનીઓ છે. તેમણે કથિત રીતે અનેક કોર્પોરેટ હાઉસીસમાંલાંચ લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube