મહિલાઓ સાથે મારામારીના આરોપમાં યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિની સિડનીમાં ધરપકડ
વર્ષ 2016માં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ સાથે મારામારી અને અશ્લીલ વ્યવહારનો તેમના પર આરોપ લગાવાયો છે, આ બંને મહિલાઓએ યોગ ગુરૂ આનંદ ગિરિ સામે ફરિયાદ નોંધાવી હતી
નવી દિલ્હીઃ પ્રયાગરાજના નિરંજની અખાડા સાથે સંકળાયેલા સંત અને યોગ ગુરૂ સ્વામી આનંદ ગિરિની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર વર્ષ 2016માં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન બે મહિલાઓ સાથે મારામારી અને અશ્લીલ વ્યવહારનો તેમના પર આરોપ છે. ફોન પર થયેલી વાતચીતમાં આનંદ ગિરિના ગુરૂ મંત નરેન્દ્ર ગિરિએ તેમની ધરપકડ થયાની વાતને સમર્થન આપ્યું છે.
આનંદ ગિરિની રવિવારે બપોરે 12.35 કલાકે ધરપકડ કરવામાં આવી છે. હાલ, આનંદ ગિરિને 26 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે આનંદગિરિએ જણાવ્યું કે, ઘટના મારામારીની કે અશ્લિલ વ્યવહારની નથી, પરંતુ પીઠ થપથપાવીને આશિર્વાદ આપવાની વાત છે. વિદેશી મહિલાઓએ તેનો ખોટો અર્થ લીધો છે અને મારામારીનો આરોપ લગાવ્યો છે.