નવી દિલ્હીઃ 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશ-દુનિયામાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લોકોને યોગ પ્રત્યે જાગૃત રહેવા માટેને સંદેશો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ લિંક્ડઈન પર પણ યોગ અંગે લોકોને એક સંદેશો પાઠવ્યો છે. તેમણે લોકોને યોગને પોતાના જીવનનો ભાગ બનાવવા અપીલ કરી છે. સાથે જ યોગ દિવસે પોતાની ઓફિસની સંપૂર્ણ ટીમ સાથે આ આયોજનમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તેમણે જુન મહિનાની શરૂઆતથી જ વિવિધ યોગાસન કરવાની રીત અને તેના ફાયદા જણાવતા પોતાના એનિમેટેડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. પીએમ મોદી પોતાની ટ્વીટર હેન્ડલ પર દરરોજ એક એનિમેટેડ વીડિયો મુકી રહ્યા છે.  


Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો  


લિંક્ડઈન પર પોતાના સંદેશામાં પીએમ મોદીએ લખ્યું છે કે, "આજે હું આપને બે બાબતનો આગ્રહ કરું છું. પ્રથમ આગ્રહ એ છે કે યોગને તમે તમારા જીવનનો અભિન્ન ભાગ બનાવો. બીજો આગ્રહ એ છે કે, યોદ દિવસ નિમિત્તે તમારી ઓફિસની સંપૂર્ણ ટીમ સાથે તેની ઉજવણીમાં ભાગ લઈને તેને સફળ બનાવો. આ માત્ર અભ્યાસ નથી, પરંતુ ફિટનેસ અને સ્વસ્થ આરોગ્યનો પુરાવો છે."


[[{"fid":"220959","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પીએમ મોદીએ કહ્યું કે, "યોગાસન કરવા એ એકદમ સરળ અને સુવિધાજનક છે. તેના માટે તમને મોટા ઉપકરણ કે મેદાનની જરૂર પડતી નથી. તેના માટે એક ખાલી સ્થાન, એક ચટાઈ અને લગનની જરૂર હોય છે. સામાન્ય રીતે યોગાસન સવારે જ કરવા જોઈએ એવી સલાહ આપવામાં આવે છે, પરંતુ તમને જ્યારે પણ ફુરસત મળે ત્યારે પણ તમે યોગ કરી શકો છો. તમે ઈચ્છો તો દરેક કલાક પછી પણ કેટલાક સરળ આસન કરીને તમારા શરીરને સ્ફૂર્તિવાન રાખી શકો છો."


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ


વડાપ્રધાને પોતાના સંદેશામાં યોગના ફાયદા પણ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, "તમે યોગથી તણાવ દૂર કરી શકો છો. આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલી અને તણાવભર્યા વાતાવરણમાં યોગ તમને રાહત આપી શકે છે. ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષ પહેલા થઈ હતી અને આજે તે સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે."


Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી 


ઉલ્લેખનીય છે કે, 5મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂનના રોજ વડાપ્રધાન મોદી આ વખતે રાંચીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાના છે. 1 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 21 જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે 69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના 193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ 175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....