નવી દિલ્હીઃ યોગ અનેક પ્રકારે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ તમારા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે જ તમારા સૌદર્યને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે. અહીં એવા 7 આસનનું વર્ણન કર્યું છે જે તમારા શરીરને સદા યુવાન રાખવામાં મદદ કરશે. સાથે જ તેનાથી તમારા ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લાગી જશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ જેવો ચહેરો (સિંહાસન) 
ધીમે-ધીમે શ્વાસ લો અને તેને થોડી વાર સુધી રોકી રાખો. પછી તમારી જીભને બહાર કાઢો. તમારી આંખોને સંપૂર્ણપણે જેટલી ખોલી શકો તેટલી ખોલો. આ સ્થિતિમાં બેસી રહો અને જેટલું બની શકે તમારી જીભને મોઢામાંથી બહાર કાઢો. તેનાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે. સાથે જ માંસપેશીઓનો તણાવ પણ દૂર થશે. 


માછલી જેવો ચહેરો (મત્સ્યાસન) 
આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો બને છે, આથી તેન મત્સ્યાસન કહે છે. આ આસન કરવા માટે તમે ઊંડો શ્વાસ લો. તેને થોડા સમય માટે રોકી રાખો. પહેલા પદ્માસન લગાવીને બેસી જાઓ. પછી પદ્માસનની સ્થિતિમાં જ સાવચેતીપૂર્વક પાછળની તરફ ચતાપાટ ઊંઘી જાઓ. ઊંઘતા સમયે તમારા ઘુંટણ જમીનને જ સ્પર્શેલા રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખો. પછી બંને હાથની મદદથી શિખાસ્થાનને જમીન પર અડાવો. ત્યાર પછી ડાબા પગના અંગુઠા અને બંને કોણીને જમીનને લગાવી રાખો. એક મિનિટથી માંડીને પાંચ મિનિટ સુધી આ અભ્યાસ કરો. 


પછી હાથ ખોલીને હાથોની મદદથી માથાને સીધું કરી કમર, પીઠને જમીનને લગાવો. પછી હાથોની મદદથી જ ઊભા થઈને બેસી જાઓ. આસન કરતા સમયે શ્વાસોચ્છવાસની ગતિ સામાન્ય રાખો. તેનાથી આંખોની રોશની વધે છે. ગળું સ્વચ્છ રહે છે તથા છાતી અને પેટના રોગો દૂર થાય છે. લોહીનું પરિભ્રમણ વધે છે, જેના લીધે ચામડીના રોગો થતા નથી. શ્વાસના દર્દીઓને પણ તેનાથી ફાયદો થાય છે. પેટની ચરબી દૂર થાય છે. ખાંસીની ફરિયાદનું નિવારણ થાય છે. 


International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ 


આંખોની કસરત(નેત્રાસન) 
ઊંડો શ્વાસ લો અને પોતાની ડોકને સીધી રાખો. તમારી આંખોને ડાબી તરફ ફેરવો. આ અવસ્થામાં થોડા સમય સુધી રહેવાનો પ્રયાસ કરો. થોડી સેકન્ડ પછી તમારી આંખોને જમણી તરફ ફેરવો. આ પ્રક્રિયાને વારાફરતી કરતા રહો. આંખોની કિકીને અમુક દિશામાં સંપૂર્ણ પ્રકારે ફરવી જોઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખો. 


[[{"fid":"220954","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગાલની મદદથી યોગ 
મોઢામાં જેટલી બની શકે તેટલી હવા ભરો. પછી થોડા સમય સુધી તેને અટકાવી રાખો. તમારા ગાલ સંપૂર્ણપણે ફુલાઈ જશે, કેમ કે તેમાં હવા ભરેલી હોય છે. આ સ્થિતિમાં 30થી 60 સેકન્ડ સુધી રહો. પછી મોઢામાં એક્ઠી થયેલી હવાને નાક દ્વારા છોડી દો. આ પ્રક્રિયાને ત્રણથી છ વખત રિપીટ કરો. 


Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો 


હથેળીઓથી યોગ
તમારી હથેળીઓને મસળીને તેમને ગરમી આપો. પછી આંખો બંધ કરો અને તેમને તમારી ગરમ હથેળીથી ઢાંકી દો. પછી તમારી નાકથી ઊંડો શ્વાસ લો. જેટલા સમય સુધી રોકી રાખી શકો ત્યાં સુધી રોકો. તેનાથી તમારી આંખોને આરામ મળશે. તમારી જાતને રિલેક્સ અનુભવશો. તમારી માંસપેશીઓનો તણાવ દૂર થશે. એ વાતનું ધ્યાન રાખો કે ગરમ હથેળીઓથી ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી રાખો. 


Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી 


ડોકનો યોગ 
તમે તદ્દન સીધી અવસ્થામાં બેસી જાઓ. તમારી કરોડરજ્જુના હાડકા એકદમ સીધા રહેવા જોઈએ. તમારા હાથોને સીધા રાખો. પછી ધીમે-ધીમે હાથને વાળો. ત્યાર પછી તેને સીધા કરો. તેનાથી તમને ડોકના દુખાવામાંથી છુટકારો મળશે. તમારી ડોકની માંસપેશીઓને આરામ મળશે. ડોકને એકદમ સીધી રાખો. 


હોઠની મદદથી યોગ
ઊંડો શ્વાસ લો. તમારી આંખો બંધ કરી લો. તમારા હોઠને શક્ય હોય તેટલી તાકાતથી ભીડીને રાખો. પછી તમારા ચહેરાને એકદમ કડક કરો. તમે એવો પ્રયાસ કરો જાણે કે તમે તમારી જાતને રડતાં રોકી શકો છો. પછી તમારા ચહેરાને ઢીલો કરો. જેટલા સમય સુધી આ સ્થિતિમાં રહી શકો ત્યાં સુધી રહો. જ્યારે જરૂર હોય ત્યારે શ્વાસ લો. તેનાથી તમારા સમગ્ર ચહેરાની કસરત થશે અને આરામ મળશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....