CM યોગીએ તેજસ એક્સપ્રેસની બતાવી લીલી ઝંડી, લખનઉથી દિલ્હી વચ્ચે સપ્તાહમાં 6 દિવસ દોડશે
દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉથી લીલી ઝંડી બતાવીને રવાના કરી. તેજસ અઠવાડિયામાં છ દિવસ લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે અને ફક્ત છ કલાક અને 10 મિનિટમાં અંતર કાપશે.
લખનઉ: દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસને આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉથી લીલી ઝંડી બતાવીને રવાના કરી. તેજસ અઠવાડિયામાં છ દિવસ લખનઉથી દિલ્હી વચ્ચે દોડશે અને ફક્ત છ કલાક અને 10 મિનિટમાં અંતર કાપશે. તેની ટિકિટ ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ થશે. અત્રે જણાવવાનું કે આ ટ્રેનમાં તમને તે તમામ સુવિધાઓ મળશે જે પ્લેનમાં મળે છે. મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેનુ બનાવવામાં આવ્યું છે.
PAK સેનાનું મોટું ષડયંત્ર, LoC પર લોકોને માર્ચ કાઢવા માટે ઉશ્કેર્યા, ભારતીય સેના હાઈ અલર્ટ પર
સીએમ યોગીએ પોતાના ભાષણમાં કહ્યું કે IRCTCની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને આ સાથે મુસાફરોને પણ ખાસ અવસરે શુભેચ્છાઓ પાઠવું છું. સીએમ યોગીએ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના સહયોગ બદલ તેમને ધન્યવાદ પાઠવ્યાં. સીએમ યોગીએ કહ્યું કે તેજસને અન્ય રૂટ ઉપર પણ દોડાવવી જોઈએ. તેને ફક્ત લખનઉ અને દિલ્હી વચ્ચે મર્યાદિત ન રાખવી જોઈએ.
તેજસની મહત્વની વાતો...
- દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન
- IRCTC સંભાળશે સંપૂર્ણ કામ
- નવી દિલ્હીથી સાંજે 4.30 વાગે રવાના થશે અને રાતે 10.45 વાગે લખનઉ પહોંચશે.
- ચાલુ ટ્રેનમાં પ્રોમોશનલ એક્ટિવિટી થશે.
- મહિલાઓની સુરક્ષા પર મુખ્ય ભાર
જુઓ LIVE TV