સરકાર તરફથી તમારા બેંક એકાઉન્ટમાં આવ્યા 1100 રૂપિયા? આ રીતે ચેક કરો
એમ યોગી આદિત્યનાથની સરકારે ક્લાસ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને સ્વેટર, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ અને જૂતા મોજા ખરીદવા માટે 1,100 રૂપિયા આપ્યા છે. આ રકમ તેમના માતાપિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
લખનઉ: આગામી વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ યોગ આદિત્યનાથની સરકારે બેસિક શિક્ષા પરિષદના સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. સીએમ યોગી આદિત્યનાથની સરકારે ક્લાસ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને સ્વેટર, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ અને જૂતા મોજા ખરીદવા માટે 1,100 રૂપિયા આપ્યા છે. આ રકમ તેમના માતાપિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
યોગી સરકારની મોટી ભેટ
તમને જણાવી દઈએ કે યોગી સરકારની આ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશમાં બેઝિક એજ્યુકેશન કાઉન્સિલની શાળાઓમાં ભણતા 1 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓને થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
સીએમ યોગી આદિત્યનાથનું ટ્વીટ
સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, 'બેઝિક એજ્યુકેશન કાઉન્સિલ (ધોરણ 1-8 સુધી)ની શાળાઓમાં અભ્યાસ કરતા 1 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, સ્વેટર, બેગ અને જૂતા ખરીદવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ 1,100 રૂપિયાની રકમ તેમના માતાપિતાની બેંક ખાતામાં DBT. દ્વારા ટ્રાન્સફર પ્રક્રિયાની શરૂઆત.
જાણો કે બેઝિક એજ્યુકેશન કાઉન્સિલની શાળાઓના વિદ્યાર્થીઓના માતા-પિતાના બેંક ખાતામાં 1,100 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી. સ્કૂલ ડ્રેસ માટે 1,100 રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી હતી. ધોરણ 1 થી 8ના 1 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો.
શું છે યોગી સરકારની યોજના?
નોંધનીય છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા, કાઉન્સિલ સ્કૂલના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને 1,100 રૂપિયા આપવામાં આવ્યા હતા. જેમાં બે ગણવેશ માટે 600 રૂપિયા, સ્વેટર માટે 200 રૂપિયા, સ્કૂલ બેગ માટે 175 રૂપિયા અને શૂઝ માટે 125 રૂપિયા આપવામાં આવ્યા હતા.