Yogi Adityanath Oath Ceremony: ઉત્તર પ્રેદશની રાજધાની લખનઉમાં આજે (શુક્રવાર) યોગી આદિત્યનાથ સીએમ પદની શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત કેટલાક મોટા નેતાઓ સામેલ થશે. સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ માટે લખનઉમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહની પળેપળની અપડેટ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17:10 PM:-
રાજ્યમંત્રી તરીકે કોણે લીધા શપથ

રાજ્યમંત્રી તરીકે નિતિન અગ્રવાલ, કપિલ દેવ અગ્રવાલ, દયાશંકર સિંહ અને નરેન્દ્ર કશ્યપે શપથ લીધા.


16:55 PM:-
કોણે કોણે લીધી શપથ

શપથ ગ્રહણમાં સૌથી પહેલા યોગી આદિત્નાથે યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારબાદ કેશવ પ્રસાદ મોર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. ત્યારબાદ મંત્રી તરીકે સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મોર્ય અને લક્ષ્મીનારાયણ ચૌધરીએ શપથ લીધા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube