લખનઉઃ ઉત્તરપ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથ શુક્રવારે લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથે ગૃહ મંત્રી અમિત શાહ સહિત પાર્ટીના મોટા નેતાઓનો આભાર માન્યો અને કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં પ્રથમવાર થયું છે જ્યારે કોઈ મુખ્યમંત્રી બીજીવાર ચૂંટાયા છે. આ પીએમ મોદીના નેતૃત્વને કારણે શક્ય બની શક્યું છે. મારી પાસે 2017 પહેલા કોઈ વહીવટી અનુભવ નહોતો અને ન શાસનની કોઈ જવાબદારી સંભાળી હતી. પાર્ટીએ 2017માં મારા પર વિશ્વાસ કર્યો હતો. 


ધારાસભ્યોને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગીએ પોતાના પ્રથમ કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા પહેલાં કહ્યુ કે, તેમણે સુશાસનનો મંત્રી પીએમ નરેન્દ્ર મોદી પાસે શીખ્યો છે. કોરોના કાળમાં ગરીબોને ફ્રી રાશન આપ્યું. જનતાએ સબકા સાથ, સબકા વિશ્વાસના મંત્ર પર વિશ્વાસ કરતા  જાતિવાદી રાજનીતિને નકારી દીધા. વિપક્ષના દુષ્પ્રચાર છતાં જનતાનું સમર્થન આપણે મળ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યુ, વર્ષ 2014માં ગૃહમંત્રી અમિત શાહે એક સંગઠનનો મજબૂત પાયો નાખ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં તેમના વ્યાપક પ્રવાસ કર્યા જેના કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપ મજબૂત થઈને આવ્યું છે. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશ જો વિકાસનીનવી ઉંચાઈએ પહોંચે તો તે દેશના વિકાસ માટે સહાયક થશે. ઉત્તર પ્રદેશ દેશની સૌથી મોટી વસ્તીવાળો પ્રદેશ છે. અમે ઉત્તર પ્રદેશના બજેટને 2 લાખ કરોડથી 6 લાખ કરોડ પર લઈ જવાનું કામ કર્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube