લખનઉ : ઉત્તરપ્રદેશમાં ભાજપના પ્રચંય વિજય બાદ હવે સરકાર બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઔપચારિક રીતે પોતાની ગત્ત સરકારની અંતિમ કેબિનેટ મીટિંગ બાદ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. યોગીએ શુક્રવારે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને તેમને પોતાનુંઔપચારિક રાજીનામું સુપ્રત કર્યું હતું. આ સાથે જ ભાજપ સંગઠનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. નવા મંત્રીમંડળ પર ચર્ચા કરવાનું પણ શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેત અને જીતની હેલી: 4 રાજ્યોમાં જ્વલંત વિજય બાદ માતા હીરા બાના આશિર્વાદ લેવા પહોંચ્યા PM


ભાજપ દ્વારા હવે યુપી માટે બે દિગ્ગજ નેતાઓને પર્યવેક્ષણ બનાવીને લખનઉ મોકલવામાં આવશે. ત્યાર બાદ પાર્ટીના ધારાસભ્યોની મીટિંગનું આયોજન કરવામાં આવશે. તમામ ધારાસભ્યોની લખનઉમાં બેઠક આયોજીત થશે. અત્રે નોંધનીય છે કે, યુપીમાં ભાજપને ભવ્ય જીત પ્રાપ્ત થઇ છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીમાં પંરચાર જોરોશોરોથી સંપન્ન થયા હતા. તેનું સકારાત્મક પરિણામ પણ મળ્યું હતું. ભાજપે વોટશેર વધારવાની સાથે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. 


GUJARAT CORONA UPDATE: નવા 40 કેસ, 82 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ઔપચારિક રાજીનામા બાદ હવે તમામ ધારાસભ્ય દળની બેઠક આયોજીત થશે. જેમાં સર્વાનુમતે મુખ્યમંત્રી પસંદ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગીને પ્રચાર દરમિયાન જ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. પરંતુ ઔપચારિક પ્રક્રિયા અનુસાર ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવામાં આવતો હોય છે. ત્યાર બાદ સમગ્ર મંત્રીમંડળની રચના પણ થતી હોય છે. જેથી યોગી આદિત્યનાથે ઔપચારિક રીતે તમામ પ્રોટોકોલનું પાલન કરતા આજે રાજ્યપાલ આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube