નવી દિલ્હી/લખનઉ: લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થયા બાદ સત્તા પક્ષ અને વિપક્ષે પણ તેનું સ્વાગત કર્યું છે. લોકતંત્રના આ મહાપર્વ સમાન ચૂંટણી માટે મતદાન સાત તબક્કામાં યોજનાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ચૂંટણી પંચે જે તારીખો જાહેર કરી છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. વિપક્ષી દળો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ચોકીદાર સિંહ છે, ચોર નહીં... પરંતુ ચોરી જેમના ડીએનએમાં છે, તેમને દરેક જગ્યાએ ચોરી જ દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ નથી ઈચ્છતો કે 3 રાજ્યોમાં અલ્પસંખ્યકો મત આપે: TMC નેતા


સીએમ યોગીએ કહ્યું કે ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં આ વખતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી એકવાર ફરીથી સરકાર  બનાવશે. વિકાસ સુશાસનનો જે પાયો પીએમ મોદીએ રાખ્યો છે તેને અમે આગળ વધારીશું. તેમણે કહ્યું કે વર્ષ 2014ની જેમ આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ મોદીથી સારો કોઈ વિકલ્પ નથી. 


ગઠબંધન પર તેમણે કહ્યું કે ગઠબંધન કોઈ ચેલેન્જ નથી. વિરોધીઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ગુંડાગીરી, અરાજકતા, લૂંટ, અપરાધીઓને સંરક્ષણ આપવું એ વિરોધી પાર્ટીઓની નીતિ રહી છે. સીએમ યોગીએ કહ્યું કે વિરોધીઓની સરકારોએ દેશ અને પ્રદેશને બરબાદ કર્યાં છે. પ્રદેશની જનતા તેમના ભ્રષ્ટાચાર અને તબાહીને જાણે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...