નોએડા : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે, પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા પુર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવવાથી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની સંભાવનાઓ પર કોઇ ખાસ ફરક નહી પડે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સ્થિતી ગત્ત લોકસભા ચૂંટણી જેવી જ રહેશે. કોંગ્રેસ શૂન્ય પર હતું અને શૂન્ય પર જ રહેશે. આ વાત તેમણે આજે એક મેટ્રો લાઇનનાં ઉદ્ધાટન કર્યા બાદ નોએડાથી ગ્રેટર નોએડા સુધી મેટ્રોમાં મુસાફરી કરવા દરમિયાન કહ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપ માત્ર વિકાસ કાર્યો પર ધ્યાન આપે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગીએ સાધ્યું અખિલેશ યાદવ પર નિશાન
યોગી આદિત્યનાથે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, અખિલેશ સરકાર માત્ર જાહેરાત કરતી હતી, અમે કામ કરીને દેખાડ્યું છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસ કાર્યો પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાખો લોકોને ઘર બનાવીને આપવામાં આવ્યા છે. તેમણે જણઆવ્યું કે, 94 હજાર લોકોને નિશુલ્ક વિજળી કનેક્શન આપવામાં આવ્યા છે. 

અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી હરદીપ સિંહ પુરીએ સેક્ટર 137 ખાતે મેટ્રો સ્ટેશન પર જ લીલીઝંડી દેખાડીને એક્કા મેટ્રોનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી અને કેન્દ્રીય રાજ્યમંત્રીએ સ્ટેશનોનું નિરિક્ષણ પણ કર્યું.

ત્યાર બાદ તેમણે આશરે 1450 કરોડનાં ખર્ચે બનનારી 6 યોજનાઓનું ઉદ્ધાટન તથા ત્રણ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું તથા ત્રણ યોજનાઓનાં શિલાન્યાસ કર્યો. તેમાં કાલિંદી કુંજ નજીક યમુના નદી સમાંતર બનેલ યમુના પુલ, સેક્ટર 33 ખાતે શિલ્પ હાટ અને વણકર ભવન, સેક્ટર 108માં આવેલ ટ્રાફીક પાર્ક, દાદા દાદી પાર્ક, શાહદરા ડ્રેનનાં પુલને પહોળો કરવાનું કામ, ચિલ્લા રેગુલેટરનાં સેક્ટર 14 થઇને મહામાયા સુધી એલિવેટેડ રોડ, ડીએસઇ રોડ પર અગાપુરથી સ્પેશ્યલ ઇકોનોમિક જોન સુધી બનનારા એલિવેટેડ રોડ, રેક્ટર 94માં બનેલા કમાંડ કંટ્રોલ સેન્ટર, સેક્ટર 62 માતૃઅને બાલ સદન સેક્ટર51,52,71,72 ખાતેના અંડરપાસ યોજનાનો સમાવેશ થાય છે.