નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 કલાકની અંદર અયોધ્યા વિવાદનો ઉકેલ કરવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, રામ મંદિર મુદ્દે લોકોનું ધેર્ય સમાપ્ત થઇ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ઝડપી ઉકેલ લાવવા માટે અસમર્થ છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, તેને અમારા હવાલે કરી દેવું જોઇએ અને 24 કલાકની અંદર તેનું સમાધાન કરી દેવામાં આવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 2014ની લોકસભા ચૂંટણીની તુલનાએ આગામી સામાન્ય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં વધારે સીટો જીતવાનો પણ દાવો કર્યો છે. મુખ્યમંત્રીને એક સમાચાર ચેનલે જ્યારે પુછ્યું કે શું અયોધ્યા મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા કરશે કે ડંડાથી તો તેમણે હસતા - હસતા જવાબ આપ્યો. પહેલા કોર્ટને આ મુદ્દો અમને સોંપી દેવો જોઇએ. 

કોર્ટને વિવાદનો ઉકેલ ઝડપથી કરવા માટેની અપીલ કરીશું
આદિત્યનાથે કહ્યું કે, હું જ્યારે પણ કોર્ટથી વિવાદનો ઉકેલ ઝડપથી લાવવા માટે અપીલ કરીશ. અલ્હાબાદ હાઇકોર્ટની ખંડપીઠે 30 સપ્ટેમ્બર, 2010નાં રોજ જમીન વહેંચણી મુદ્દે આદેશ નહોતો આપ્યો, પરંતુ તે પણ સ્વીકાર કર્યો કે બાબરી ઢાંચા હિંદુ મંદિર કે સ્મારકને નષ્ટ કરીને ઉભો કરવામાં આવ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હાઇકોર્ટનાં આદેશ પર ખોદકામ કર્યું અને પોતાનો અહેવાલમાં સ્વિકાર કર્યો કે બાબરીના ઢાંચાનુ નિર્માણ હિંદુ મંદિર અથવા સ્મારકને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. 

ટાઇટલનો વિવાદ બિનજરૂરી રેત જોડીને અયોધ્યા વિવાદને લાંબો ખેંચવામાં આવી રહ્યો છે. આપણે સુપ્રીમ કોર્ટને લાખો લોકોની સંતુષ્ટી માટે ઝડપતી ન્યાયની અપીલ કરીએ છીએ. જેથી તે જનાસ્થાનું પ્રતિક બની શકે છે. બિનજરૂરી વિલંબ થવાનાં કારણે સંસ્થાઓથી લોકોનો ભરોસો ઉઠી જશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યા સુધી લોકોનું ધેર્ય અને ભરોસાની વાત છે તે બિનજરૂરી વિલંબથી સંકટ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું કહેવા માંગુ છું કે કોર્ટને પોતાનો ચુકાદો ઝડપથી આપવો જોઇએ. જો તેઓ એવું કરવામાં અસમર્થ છે તો કેસ અમને સોંપી દેવો જોઇએ. અમે રામ જન્મભુમિ વિવાદનો ઉકેલ 24 કલાકની અંદર કરી દઇશું. અમે 25 કલાકમાં તેનો ઉકેલ લાવીશું. 

સંસદમાં વિચારાધીન મુદ્દાઓ પર ચર્ચા શક્ય નહી
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે અધ્યાદેશ કેમ નથી લાવ્યો તો તેમણે કહ્યું કે, આ મુદ્દો વિચારાધીન હતો. તેમણે કહ્યું કે, સંસદમાં વિચારાધીન મુદ્દાઓ પર ચર્ચા શક્ય નથી. અમે તેને કોર્ટ પર છોડી રહ્યા છીએ. જો કોર્ટે 1994માં કેન્દ્ર સરકાર દ્વારા દાખલ હલફનામાંને આધાર પર ન્યાય આપ્યો હોય તો દેશમાં સારો સંદેશ ગયો હતો. તેમણે કહ્યું કે, સવાલ ચૂંટણીમાં ફાયદા કે નુકસાનનો નથી પરંતુ તે દેશવાસીઓની આસ્થાનો સવાલ છે. 
આદિત્યનાથે ક્હયું કે, કોંગ્રેસ સમસ્યાના મુળમાં છે અને તે તેનો ઉકેલ નથી દેવા માંગતી. તેમણે કહ્યું કે, જો અયોધ્યા વિવાદનો ઉકેલ થઇ જાય અને ત્રિપલ તલાક પ્રતિબંધ લાગુ થઇ જાય તો દેશમાં તૃષ્ટીકરણની રાજનીતિ હંમેશા માટે સમાપ્ત થઇ જશે. 

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધન મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું કે, જો તેઓ જાતીના આધારે લડાઇને નિચલા સ્તર સુધી લઇ જશે તો તે 70-30નો મુદ્દો હશે. તેમમે કહ્યું કે, 70 ટકા મતદાતાઓ ભાજપની સાથે છે અને બાકી 20 ટકા ગઠબંધન પાસે.