લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે મદરેસાઓમાં અભ્યાસ કરનાર બાળકો માટે રાષ્ટ્રગાન ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે મદરેસાઓમાં દરરોજ જન-ગણ-મન ગાવાનું ફરજીયાત કરી દીધુ છે. સરકારના આ નિર્ણય પર મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. મૌલાનાઓએ કહ્યુ કે, મદરેસાઓમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે , તો દરરોજ માટે ફરજીયાત કરવાની શું જરૂર છે. સરકારે પોતાના નિર્ણયને મુસ્લિમસમાજના હિતમાં ગણાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડના ચેરમેન ડો. ઇફ્તિખાર અહમદ જાવેદે કહ્યું કે, આજથી મદરેસા ખુલી ગયા છે અને તેમાં આલિમોના અભ્યાસ માટે આવવાનું શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, મદરેસામાં આવતા બાળકો દેશની મુખ્યધારામાં આવે અને તેમની અંદર રાષ્ટ્રપ્રેમની ભાવના વધે, તેથી સવારે અભ્યાસ પહેલા રાષ્ટ્રગાન ગાવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ ઘાટીમાં ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ, કાશ્મીરી પંડિતને આતંકીઓએ મારી ગોળી, મોત


મદરેસા બોર્ડના ચેરમેને કહ્યુ કે, મદરેસાના બાળકો બીજી સામાન્ય સ્કૂલની જેમ દેખાશે અને દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવે, તે માટે બોર્ડ સતત પ્રાથમિકતાના આધારે કામ કરી રહ્યું છે. 


ધર્મની તાલીમ સાથે આધુનિક શિક્ષણ પણ જરૂરી
ડો. ઇફ્તિખાર અહમદ જાવેદે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી કહે છે કે મુસ્લિમ બાળકોના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યૂટર હોય.  તે વિચારને આગળ વધારતા હવે બોર્ડે નિર્ણય ક્યો છે કે નવા સત્રથી મદરેસાના બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ આપવામાં આવશે. તો બાળકો રાષ્ટ્રવાદની ભાવના આગળ વધારવા દરરોજ રાષ્ટ્રગાન પણ ગાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube