લખનઉ: કોરોના વાયરસના સંક્રમણના બચાવ માટે વડાપ્રધાને દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી જે પોતાના ઘરથી દૂર રહેતા મજૂરો માટે સૌથી મોટો ચિંતાનો વિષય બની ગયો. પૈસા કમાવવા માટે બીજા રાજ્યોમાંથી આવીને મજૂરો લખનઉથી લગભગ 300-400 કિમી દૂર રહેનારા છે. આ સંકટની ઘડીમાં કોઈ બસ કે ટ્રેન ન હોવા છતાં પગપાળા જ પોતાના ઘરે પાછા ફરવા માટે મજબુર બન્યા છે. આ બાજુ યોગી સરકારે દિલ્હી એનસીઆરમાં ફસાયેલા મજૂરોને પોતાના ઘરે પાછા પહોંચાડવા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરી છે. જેની જાણ થતા જ આનંદ વિહાર બસ સ્ટેશન પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. સવારથી જ મજૂરો દિલ્હી એનસીઆરમાં અલગ અલગ વિસ્તારોમાં કલાકો પગપાળા ચાલીને આનંદ વિહાર ટર્મીનલ પહોંચ્યા છે. એ આશામાં કે તેમને બસમાં જગ્યા મળી જશે. અનેક લોકો એવા પણ છે કે જે કોઈ પણ આશા રાખ્યા વગર પગપાળા જ નીકળી પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાબાશ...બેંગ્લુરુના આ ડોક્ટરે શોધી નાખ્યો જીવલેણ કોરોના વાયરસને નાથવાનો ઉપાય


યોગી સરકારે કરી વ્યવસ્થા
દેશના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી આ લોકો હેરાન થયા છે. કારણ કે તેમને ભૂખમરાનો ડર છે. બીજા રાજ્યોથી આવેલા ડેઈલી વેજીસ મજૂરો માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. યોગી સરકારે યુપી બોર્ડર પર ફસાયેલા મજૂરોને તેમના ઘરે પાછા પહોંચાડવા માટે 1000 બસોની વ્યવસ્થા કરી છે. આ સાથે જ યુપીના તમામ 75 જિલ્લાઓમાં મદદ માટે ડીએમ, એસપીને નિર્દેશ અપાયા છે. 


કોરોના: આ કંપની મજૂરોને વિમાન દ્વારા તેમના વતન પહોંચાડવા છે તૈયાર, બસ સરકાર હા પાડે 


નોંધનીય છે કે 24 માર્ચના રોજ દેશવ્યાપી લોકડાઉન જાહેર થયા બાદ દેશભરમાં વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. દિલ્હી એનસીઆરમાં પણ તમામ પ્રતિષ્ઠાન બંધ  છે. અહીં બિહાર, યુપી, બંગાળથી આવેલા મોટાભાગના લોકો નાની મોટી નોકરી કરે છે અથવા તો રેકડી ચલાવી નાના ધંધા કરે છે. અનેક લોકો રિક્ષા કે ઓટો પણ ચલાવે છે. લોકડાઉન બાદ તેમની સામે ભૂખમરાની સમસ્યા પેદા થઈ છે. આવામાં તેઓ ઘરે પાછા ફરવા મથે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...