લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા સરકારે મોટી જાહેરાતો કરી છે. યોગી સરકારે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ફરીથી કેન્ટોન્મેન્ટ ઝોન બનશે. એટલું જ નહીં એક કેસ સામે આવશે તો આસપાસના 20 ઘર સીલ કરવામાં આવશે અને બે કેસ મળશે તો 60 ઘર સીલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીમાં કોરોનાના વધતા કેસને લઈને સરકારે અનેક પગલાં લીધા છે. સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ મળતા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. જેમાં એકથી વધુ કેસ મળશે તો 60 મકાનોને સીલ કરી દેવાશે. આ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોની અવરજવર બંધ થઈ જશે. ત્યાંના લોકોએ 14 દિવસ સુધી એ જ સ્થિતિમાં રેહવું પડશે. આ સ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં સર્વિલાન્સ ટીમ સર્વે અને તપાસ કરશે. આ માટે તમામ જિલ્લાધિકારીઓ અને પોલીસ ઓફિસરોને આદેશ આપી દેવાયા છે. 


અપાર્ટમેન્ટ માટે પણ બન્યા નિયમો
યોગી સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં બનેલા બહુમાળી અપાર્ટમેન્ટ માટે નિયમ કઈક અલગ રહેશે. આ નિયમ મુજબ એક દર્દી મશશે તો અપાર્ટમેન્ટના તે માળને બંધ કરી દેવાશે. જ્યારે એકથી વધુ દર્દી મળશે તો ગ્રુપ હાઉસિંગ સંબંધિત બ્લોક સીલ કરાશે. 14 દિવસ સુધી એક પણ દર્દી ન મળે તો કન્ટેન્મેન્ટ ઝોન સમાપ્ત થશે. 


રસીના બે ડોઝ લેનારાને પુરસ્કાર
સરકારે કહ્યું કે 16 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે જે લોકોએ પોતાના બંને ડોઝ લઈ લીધા છે તેમને પુરસ્કૃત કરવા માટે સરકાર લોટરી સિસ્ટમ કાઢશે. જે મુજબ સિરિયલ નંબરની લોટરી  કાઢવામાં આવી રહી છે અને જે જિલ્લામાં 25000થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે તે જિલ્લાઓને આ સ્કીમમાં સામેલ કરાશે. આ સ્કીમ હેઠળ દરેક જિલ્લાના 4-4 લોકોને ઈનામ અપાશે. 


આ 11 રાજ્યોની સ્થિતિ ખુબ ગંભીર
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર (Maharashtra) અને પંજાબ (Punjab) દેશના બે એવા રાજ્યો છે જ્યાં છેલ્લા પખવાડિયાથી કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના સૌથી વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત દસ્તાવેજોથી આ જાણકારી મળી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેબિનેટ સચિવની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને રાજ્યો એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યાથી પણ વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઢ અને ગુજરાત પણ સામેલ છે. 


મહારાષ્ટ્રમાં 23 માર્ચ સુધી અંતિમ સાત દિવસમાં દૈનિક કેસની વૃદ્ધિનો દર 3.6 ટકા અને પંજાબમાં 3.2 ટકા નોંધાયો. મહારાષ્ટ્રમાં 31 માર્ચ પહેલાના બે સપ્તાહમાં 4,26,108 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં પંજાબમાં 35,754 કેસ નોંધાયા છે. જ્યારે આ બે સપ્તાહમાં 31 માર્ચ સુધીમાં દેશમાં સંક્રમણના કારણે માર્યા ગયેલા લોકોમાંથી 60 ટકા દર્દીઓના મોત મહારાષ્ટ્ર અને પંજાબમાં જ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત (Gujarat) , મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણા સંક્રમણના નવા કેસ અને ઉચા મૃત્યુદરના કારણે 'ગંભીર ચિંતાજનક' સ્થિતિવાળા રાજ્યોમાં સામેલ છે. આ રાજ્યોમાંથી 14 દિવસોમાં 31 માર્ચ સુધીમાં કોવિડ 19ના 90 ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે 90.5 ટકા લોકોના મોત થયા છે. 


Maharshtra માં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 57 હજાર કેસ, મુંબઈમાં પણ બન્યો રેકોર્ડ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube