લખનઉ : રખડતા ઢોરની વધતી સંખ્યાને ઉકેલવા માટે રાજ્ય સરકારની તરપતી હવે પ્રદેશની જેલોમાં ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો છે. શરૂઆતી તબક્કે પ્રદેશ રકારે આ પ્રોજેક્ટ માટે એવી 12 જેલોની પસંદગી કરી છે જેમાં આગામી સમયમાં ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ગુરૂવારે આ ક્રમમાં ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠક દરમિયાન 12 જેલની પસંદગી કરવામાં આવી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારનાં આ નિર્ણય અનુસાર શરૂઆતી તબક્કે પ્રદેશનાં 12 જિલ્લામાં બનેલી જેલોમાં ગૌશાળાનો વિકાસ કરવામાં આવશે. આ 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠના નામનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર સરકાર આગામી સમયમાં થોડા અન્ય જિલ્લાઓની આ યાદીમાં સમાવેશ કરી શકે છે અને હાલ આ ગૌશાળાઓનાં સંરક્ષણનો પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવશે.

ગાયના છાણ દ્વારા જૈવીક ખેતીને ઉત્તેજન
આ નિર્ણય અંગે પ્રદેશ સરકારના મંત્રી જય કુમાર સિંહે કહ્યું કે અમે પહેલા તબક્કામાં 12 લોકોની પસંદગી કરી છે. આ જેલોમાં ગૌશાળા બનવાથી કેદીઓને શુદ્ધ દુધ ઉપલબ્ધ કરાવવામાં આવી શકશે. આ સાથે જ ગૌમુત્ર અને છાણના સંચયનથી અહીં જૈવિક પદ્ધતીથી શાકભાજી પણ ઉગાડી શકાશે. અત્રે નોંધનીય છે કે પ્રદેશ સરકારે કેટલાક સમય પહેલા જ રાજ્યમાં વધી રહેલા રખડતા ઢોરની સંખ્યાને જોતા જેલમાં ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો છે. પ્રદેશમાં રખડતા ઢોરના કારણે હાઇવે પર માર્ગ દુર્ઘટનાઓના કિસ્સા પણ વધી ગયા છે. ત્યાર બાદ સરકારે આવા પશુઓના સંરક્ષણનો પણ નિર્ણય લીધો છે.