સસ્તું ઘર ખરીદવું હવે સરળ બનશે! સરકારી બેંકોએ કર્યું એવું ગજબ કામ...ખાસ જાણો વિગતો
e-Bikray Platform: જો તમે પણ ઘર ખરીદવાનું વિચારતા હોવ અને બજેટની સમસ્યા હોય તો તમારા માટે આ સમાચાર કામના છે. વિગતો ખાસ જાણો નહીં તો પસ્તાશો.
e-Bikray Platform: જો તમે પણ ઘર ખરીદવાનું વિચારતા હોવ અને બજેટની સમસ્યા હોય તો તમારા માટે આ સમાચાર કામના છે. સરકારી બેંકો હરાજીમાં સંપત્તિને ખરીદવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનાવી રહી છે. e-Bikray પ્લેટફોર્મની મદદથી તમે સરકારી બેંકો દ્વારા હરાજીમાં મૂકાયેલી સંપત્તિઓને એક સાથે જોઈ શકો છો.
આ અગાઉ ખરીદારોએ હરાજી સૂચિને જાણવા માટે અલગ અલગ બેંકોની વેબસાઈટ પર જવું પડતું હતું કે પછી અખબારોની સૂચનાઓ પર નજર રાખવી પડતી હતી. જો કે આ સિસ્ટમ વર્ષના અંતમાં બદલાવાની છે. કારણ કે તમામ સરકારી બેંકો જલદી હરાજીની સંપત્તિઓને એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરશે.
12 સરકારી બેંકોના સહયોગથી કરાયું ડેવલપ
e-Bikray નામનું આ નવું પ્લેટફોર્મ ગત સિસ્ટમની સરખામણીમાં વધુ યૂઝર ફ્રેન્ડલી અને ટેક્નિકલ રીતે એડવાન્સ્ડ છે. આ પ્લેટફોર્મનો હેતુ હરાજી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે પારદર્શક અને સુલભ બનાવવાનો છે. આ પ્લેટફોર્મ પીએસબી એલાયન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 12 સરકારી બેંકોના સહયોગથી ડેવલપ કરાયું છે.
આ પ્લેટફોર્મ ફક્ત પ્રોપર્ટીની જાણકારી આપવા સુધી સિમિત નહીં રહે પરંતુ હરાજી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ અને પારદર્શક પણ બનાવશે. ભારતીય બેંક સંઘ (આઈબીએ) અને આઈબીબીઆઈએ એક સુવ્યવસ્થિત અને યૂઝર ફ્રેન્ડલી હરાજી અનુભવને વધુ સારો સુનિશ્ચિત કરવા માટે આ પ્લેટફોર્મને ડેવલપ કર્યું છે.
એક જ પ્લેટફોર્મ પર બધી જાણકારી
e-Bikray પ્લેટફોર્મના પ્રમુખ લાભોમાંથી એક, એક જ વેબસાઈટ કે એપ પર હરાજીમાં લિસ્ટેડ સંપત્તિઓ વિશે વ્યાપક જાણકારી છે. હવે ખરીદાર અનેક વેબસાઈટ પર ગયા વગર જ આ પ્લેટફોર્મ પર સંપત્તિની સ્થિતિ, ભૌગોલિક જાણકારી અને અસ્થાયી હરાજી તિથિઓ જેવા મહત્વપૂર્ણ વિવરણ જોઈ શકે છે.
સિંગલ વિન્ડો ઈન્ટરફેસ સાથે ખરીદાર એક જ પ્લેટફોર્મથી તમામ સરકારી બેંકોની ઈ હરાજી સાઈટો સુધી પહોંચી શકે છે. કારણ કે તેને હરાજી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવા માટે ડિઝાઈન કરાયું છે.