ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો તો ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી નાખશે. આવામાં ટ્રાફિક પોલીસ તમારી પાસેથી 5000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલી શકે છે. પરંતુ કેટલીક ગાડીઓ એવી છે જેને ચલાવવા માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. જો તમે તેને ડાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો અને ટ્રાફિક પોલીસની નજર સામેથી પસાર થશો તો પણ તે તમને કશું કરી શકશે નહીં. જાણો કારણ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા પ્રકારના વાહનો ચલાવી શકાય?
કેટલાક વાહનો એવા છે જેને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. દેશમાં EV વાહનોને અપનાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જે હેઠળ ઈલેક્ટ્રોનિક વાહનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે એવું પણ નથી કે તમે કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ લાઈસન્સ વગર ચલાવી શકો છો. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આવા વાહનોમાં કેટલીક શરતો પણ લાગૂ છે. 


શું છે MORTH નો નિયમ
MORTH એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના નિયમ મુજબ જે ઈલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકની હોય તેમને રસ્તા પર દોડાવવા માટે કોઈ પણ પ્રકારના ડ્રાઈવિંગ લાઈસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. 


વધુમાં વધુ સ્પીડ
તેનો સીધો અર્થ એ થયો કે જો તમે 25 કિમી પ્રતિ કલાકની મહત્તમ ટોપ સ્પીડનું EV ખરીદો તો તમારે ક્યારેય ડ્રાઈવિંગ લાઈસન્સ, ઓવર સ્પીડિંગ માટે ચલણ ભરવું પડશે નહીં. આવામાં જો તમને ટ્રાફિક પોલીસ પકડશે તો પણ તેઓ તમને સવાલ કરશે અને જો તમે તેમના સવાલોના સાચા જવાબ આપી દીધા તો તેઓ તમારું ચલણ કાપશે નહીં. 


કયા EV માં જરૂર નથી પડતી
ભારતમાં 50cc થી ઓછી એન્જિન ક્ષમતાવાળા અને જેની ટોપ સ્પીડ 50 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોય તેવા દ્વિચક્કી વાહનોને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. આા વાહનો માટે આરસીની પણ જરૂર નથી હોતી અને આવી સ્થિતિમાં તમારે રજિસ્ટ્રેશન માટે RTO ના ચક્કર પણ કાપવા પડતા નથી.