સિલીગુડી: પશ્વિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે 5મા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સિલીગુડી (Siliguri) માં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમએ પોતાની જનસભામાં મમતા બેનર્જી (Mamata Banerjee) અને સત્તારૂઢ ટીએમસી (TMC) પર હુમલો કરતાં કહ્યું કે બંગાળમાં 'દીદી' અને ટીએમસીની મનમાની ચાલવા દઇશું નહી. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2 મેના રોજ બંગાળમાં ભાજપ (BJP) ની સરકાર આવી રહી છે ત્યારબાદ પ્રદેશને કટમની સાથે મુક્ત કરાવવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

West Bengal Assembly Elections 2021: બંગાળમાં હિંસાનો 'ચોથો તબક્કો' કૂચબિહારમાં 4 TMC કાર્યકર્તાઓના મોત


'દીદીને સરકાર સાથે જવું પડશે': PM મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું- 'તુષ્ટિકરણના રાજકારણએ બંગાળને બરબાદ કરી દીધું છે. દીદીના લોકો અને ટીએમસીના ગુંડા જનતાને ધમકાવી રહ્યા છે. એટલા માટે તેમને સમજાવવા જોઇએ કે દીદી બંગાળની ભાગ્યવિધાતા નથી. હારના કારણે દીદીના ગુંડા ગભરાઇ ગયા છે. દીદીના 10 વર્ષના રાજની આ જ સચ્ચાઇ છે. એટલા માટે અમે વાયદો કરીએ છીએ કે તોલાબાજ અને કટમની મુક્ત સરકાર આપીશું. 

West Bengal Assembly Elections 2021 Live: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ


'બંગાળને બદલવાનો સમય આવી ગયો છે.'
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણની શરૂઆત પોતાને ચાવાળા ગણાવતાં કરી હતી. જનસભામાં પીએમ મોદીએ એ પણ કહ્યું કે 'દીદીને મારા પર ગુસ્સો આવી રહ્યો છે. દીદીએ ગરીબો, દલિતોની સાથે અન્યાય કર્યો છે. દીદીને પોતાના કામનો હિસાબ આપવો જોઇએ. એટલે હવે બંગાળને બદલવાનો સમય આવી ગયો છે.' 


'કૂચબિહારની ઘટના પર એક્શન લે ચૂંટણી પંચ'
પશ્વિમ બંગળના કૂચબિહાર જિલ્લામાં શનિવારે સ્થાનિક લોકો દ્રારા હુમલો કર્યા બાદ સીઆઇએસએફએ કથિત રીતે ગોળીઓ ચલાવી જેમાં ચાર લોકોના મોત થયા છે. એવો આરોપ છે કે સ્થાનિક લોકોએ CISF જવાનોની રાઇફલ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સીતલકૂચીમાં થઇ જ્યારે મતદાન ચાલી રહ્યું હતું. પ્રારંભિક રિપોર્ટ અનુસાર એક ગામમાં પોતાની ઉપર હુમલો કર્યા બાદ સીઆઇએસએફ જવાનોની ગોળીબારીમાં ચાર લોકોના મોત થયા છે. ત્યાં હાથાપાઇ થઇ અને સ્થાનિક લોકોએ તેમનો ઘેરાવો કરી દીધો અને તેમની રાઇફલો ઝૂંટવવાના પ્રયત્ન બાદ કેંદ્રીય બળોએ ગોળીઓ ચલાવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube