Republic Day 2022: ગણતંત્ર દિવસ પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ શરૂ, આ વખતે જોવા મળશે પાંચ ખાસિયતો
Republic Day 2022: આ વર્ષે સેનાના ત્રણ અંગો અને કેન્દ્રીય અર્ધસૈનિક દળોના કુલ 16 માર્ચિંગ પાસ્ટ રાજપથ પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી સહિત તમામ ગણમાન્ય વ્યક્તિઓની સામે માર્ચ પાસ્ટ કરશે.
નવી દિલ્હીઃ Republic Day 2022: ગણતંત્ર દિવસ સમારોહ 23 જાન્યુઆરી એટલે કે આજથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિના અવસર પર શરૂ થઈ ગયો છે. ગણતંત્ર દિવસ સમારોહનું સમાપન 30 જાન્યુઆરીના શહીદ દિવસના ઉપલક્ષ્યમાં થશે. આ વર્ષે સેનાના ત્રણ અંગો અને કેન્દ્રીય અર્ધસૈનિક દળોના કુલ 16 માર્ચિંગ ટુકડી રાજપથ પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી સહિત તમામ ગણમાન્ય વ્યક્તિઓની સામે માર્ચ પાસ્ટ કરશે.
ગણતંત્ર દિવસ 2022ની પાંચ ખાસિયતો
1. સૌથી મોટો અને ભવ્ય ફ્લાઇપાસ્ટ હશે
આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં સૌથી મોટી અને ભવ્ય ફ્લાઇપાસ્ટ (Fly Past) થવા જઈ રહી છે જેમાં વાયુસેના (Air Force), નૌસેના (Navy) અને થલસેના (Army) ના કુલ 75 એરક્રાફ્ટ ભાગ લેશે. આઝાદીના 75માં વર્ષમાં આયોજીત ગણતંત્ર દિવસ ફ્લાઇપાસ્ટમાં કુલ 17 જગુઆર લડાકૂ વિમાન (Jaguar Fighter Jet) એક અમૃત ફોરમેશનમાં ફ્લાઇપાસ્ટમાં વાયુસેનાના જગુઆર, રાફેલ અને સુખોઈ ફાઇટર જેટની સાથે નૌસેનાના પી8 આઈ ટોહી વિમાન અને મિગ 29ના લડાકૂ વિમાન પણ પ્રથમવાર ભાગ લેશે.
દેશમાં કોરોનાથી સતત બીજા દિવસે સામાન્ય રાહત, નવા 3.33 લાખ કેસ, 525ના મૃત્યુ
3. નેવી વિદ્રોહ નૌકાદળના ટેબ્લોની થીમ હશે
આઝાદીના એક વર્ષ પહેલા એટલે કે 1946માં નેવીમાં બળવો થયો હતો. તે સમયે તે રોયલ નેવી તરીકે જાણીતી હતી. આ સમય દરમિયાન દેશમાં આઝાદીની ચળવળ ચરમસીમાએ હતી. આવી સ્થિતિમાં ભારતીય નૌસેનાએ બળવો કર્યો હતો, જેના કારણે રોયલ નેવી અને બ્રિટિશ સરકારની કામગીરીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. બ્રિટિશ શાસન સામે નૌકાદળના બળવાને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય નૌકાદળની ઝાંખીની થીમ બનાવવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે આ ઝાંખીમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં નૌકાદળના યોગદાનને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નૌકાદળની ઝાંખીમાં સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાન ઉપરાંત, ભારતને ઘણી દરિયાઈ શક્તિઓ પણ દર્શાવવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારત ખાસ કરીને નૌકાદળની ઝાંખીમાં દર્શાવવામાં આવ્યું છે.
4. BSFની મહિલા સૈનિકો પણ પરાક્રમ બતાવશે
આ વર્ષે BSFની 'સીમા ભવાની' અને ITBPની ટુકડી બાઇક પર અદ્ભુત સ્ટંટ કરતી જોવા મળશે. સીમા ભવાની બીએસએફની મહિલા સૈનિકોની ટુકડી છે. આ વર્ષે રાજપથ પર કુલ 25 ઝાંખીઓ દેખાશે, જેમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 09 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો, બે DRDO, આર્મી, એરફોર્સ અને નેવીમાંથી એક-એકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ હિન્દુઓ વિરુદ્ધ અપમાનજનક ભાષણ પર ઓવૈસી વિરુદ્ધ થશે કાર્યવાહી! SC માં અરજી દાખલ
5- PT-76 અને સેન્ચુરિયન ટેન્ક પ્રથમ આવશે
PT-76 અને સેન્ચ્યુરિયન ટેન્ક, જેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાનો નાશ કર્યો હતો, તે રાજપથ પર પરેડમાં પ્રથમ હશે. આ વિન્ટેજ ટેન્ક હવે સેનાના યુદ્ધ કાફલાનો ભાગ નથી અને તેને મ્યુઝિયમમાંથી પરેડ માટે ખાસ બોલાવવામાં આવી છે. હાલમાં જ દેશમાં 71માં યુદ્ધના સુવર્ણ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ સિવાય 75/24 વિન્ટેજ તોપ અને ટોપક આર્મર્ડ પર્સનલ કેરિયર વ્હીકલ પણ પરેડનો ભાગ હશે. 75/24 તોપ ભારતની પ્રથમ સ્વદેશી આર્ટિલરી બંદૂક હતી અને તેણે 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો. વિન્ટેજ મિલિટરી હાર્ડવેર ઉપરાંત, આધુનિક અર્જુન ટેન્ક, BMP-2, ધનુષ તોપ, આકાશ મિસાઈલ સિસ્ટમ, સાવત્રા બ્રિજ, ટાઈગર કેટ મિસાઈલ અને તરંગ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ સહિત કુલ 14 મિકેનાઈઝ્ડ કોલમ પણ પરેડમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube