મલેશિયા: હિન્દુઓ માટે ટિપ્પણી કરવા બદલ ઝાકિર નાઈક વિરુદ્ધ મોટી કાર્યવાહી
હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ઘેલાયેલા વિવાદિત ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાના રાજ્ય મેલાકાએ ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
કુઆલાલંપુર: હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ઘેલાયેલા વિવાદિત ધાર્મિક ઉપદેશક ઝાકિર નાઈક પર મલેશિયાના રાજ્ય મેલાકાએ ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ મેલાકાના મુખ્યમંત્રી આદિલી ઝાહરીએ કહ્યું કે અમે અહીં સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખવા માંગીએ છીએ. આથી અમે ઝાકિરને અહીં ધાર્મિક ભાષણ આપવા કે લોકોને ભેગા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
મેલાકા આ પ્રકારે ઝાકિર પર પ્રતિબંધ લગાવનારું સાતમું રાજ્ય બન્યું છે. આ અગાઉ ઝોહોર, સેલાંગોર, પેનાંગ, કેદાહ, પરલિસ અને સરાવાક રાજ્ય પોતાના ત્યાં ઝાકિરના ધાર્મિક ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...