નવી દિલ્હી: ZEE Digital મે 2021માં કોમસ્કોર મામલે  (ComScore Ranking) ડિજિટલની દુનિયામાં બીજા નંબરે રહ્યું. ગત વર્ષની સરખામણીમાં ઝી ડિજિટલે યુનિક મંથલી વિઝિટર્સ (Unique Monthly Visitor) મામલે 1.3 ટકાનો વધારો મેળવ્યો અને મે 2021માં યુનિક વિઝિટર્સના 234 મિલિયનના માર્કને પાર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપથી આગળ વધી રહ્યું છે ઝી ડિજિટલ
ઝી મીડિયાની તમામ પ્રમુખ બ્રાન્ડમાં સામૂહિક રીતે ઝડપથી વધારો થયો છે. મે 2021માં Zee News Hindi એ 68.9 મિલિયન, Zee News English 49.6 મિલિયન અને India.com એ 93 મિલિયન યુનિક વિઝિટર્સનો માર્ક પાર કર્યો છે. ગત વર્ષની સરખામણીમાં Zee News Hindi અને Zee News English માં 1.6 ગણો વધારો થયો, જ્યારે ઈન્ડિયા ડોટ કોમે 2.6 ટકાનો વધારો નોંધાવ્યો. આ ઉપારંત ગત વર્ષની સરખામણીમાં DNA India એ 4.6 ગણો, BGR.in એ 2.3 ગણો અને  BollywoodLife.com એ 2.2 ગણો વધારો નોંધાવ્યો. 


નિષ્પક્ષ અને પ્રમાણિક કન્ટેન્ટ માટે ઝી ડિજિટલ પ્રતિબદ્ધ
ઝી ડિજિટલની અભૂતપૂર્વ યાત્રા પર ઝી મીડિયા કોર્પોરેશન લિમિટેડના સીઓઓ- ડિજિટલ અભિષેક નિગમે કહ્યું કે, 'ઝી મીડિયા દુનિયાભરના પોતાના દર્શકોને દરેક પ્રકારનું નિષ્પક્ષ અને પ્રમાણિક કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. અમે યૂઝર્સને ધ્યાનમાં રાખીને કન્ટેટ તૈયાર કરીએ છીએ. જેના કારણે અમે વધુ પસંદ કરવામાં આવતા મીડિયા નેટવર્કમાંથી એક છે. આ પ્રકારની ઉપલબ્ધિઓ આપણી પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને ઈનોવેટિવ ટ્રાન્સફોર્મેશન પર ફોકસ કરવા માટે એક પ્રેરક શક્તિ તરીકે કામ કરે છે.'


PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો


ઝી ડિજિટલમાં આટલી બ્રાન્ડ સામેલ
ઝી ડિજિટલમાં ગુજરાતી વેબસાઈટ Zee24kalak.in સહિત 12 ભાષાઓની 31 વેબસાઈટ અને 20 બ્રાન્ડ સામેલ છે. જેમાં ઝી મીડિયાની 14 ન્યૂઝ ચેનલોની ડિજિટલ વેબસાઈટની સાથે સાથે India.com, BGR.in, BollywoodLife.com, TheHealthsite.com અને CricketCountry.com  જેવી વેબસાઈટ પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube