Dr Subhash Chandra એ ઇનવેસ્કો પર લગાવ્યો કાવતરું રચવાનો આરોપ, શેરધારકો અને સરકારને કરી ભાવુક અપીલ
ઝી એન્ટરટેનમેંટ (ZEEL) અને ઇનવેસ્કો વચ્ચે વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને કંપનીના સંસ્થાપક ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) ફ્રંટફૂટ પર આવી ગયા છે.
નવી દિલ્હી: ઝી એન્ટરટેનમેંટ (ZEEL) અને ઇનવેસ્કો વચ્ચે વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને કંપનીના સંસ્થાપક ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) ફ્રંટફૂટ પર આવી ગયા છે. તેમણે ઇનવેસ્કો પર ઝી એન્ટરટેનમેંટ (ZEEL) ને ટેકઓવર વિરૂદ્ધ કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે હું ઇનવેસ્કોના માલિકની માફક નથી, પરંતુ એક શેરધારકની માફક વ્યવહાર કરવાનો આગ્રહ કરુ છું.
ઝી એન્ટરટેનમેંટ અને સોની ગ્રુપ વચ્ચે મર્જર
ડો. સુભાષ ચંદ્રાનું આ નિવેદન એવા સમયે સમયે સામે આવ્યું છે, જ્યારે ઝી એન્ટરટેનમેંટ (ZEEL) ની સોની ગ્રુપની ભારતીય એકમની સાથે વિલયની તૈયારીઓ ચાલી રહી છે. 1990ના દાયકાની શરૂઆતમાં ઝી ટીવીની સ્થાપના કરનાર ડો. ચંદ્રા પાસે હાલ Zee માં કોઇ સત્તાવાર પદ નથી, પરંતુ તેમના પુત્ર પુનીત ગોયનકા સીઇઓ છે અને પરિવાર પાસે કંપનીના 3.99 ટકા ભાગ છે. પુનીત ગોયનકા મર્જર બાદ બનનાર નવી કંપનીના પણ સીઇઓ રહેશે.
પુનીત ગોયનકાને હટાવવા માંગે છે ઇનવેસ્કો
ઇનવેસ્કો (Invesco) એ કોમેન્ટના અનુરોધનો જવાબ આપ્યો નહી. તમને જણાવી દઇએ કે Invesco Developing Markets Fund અને OFI Global China Fund LLC, જે એક સાથે Zee ના 17.88 શેરોના ભાગીદાર છે. તે ઇચ્છે છે કે કંપનીન મુખ્ય કાર્યકારી અધિકરી પુનીત અગોય્નકાને દૂર કરવામાં આવે અને બોર્ડમાં ફેરફાર કરવામાં આવે.
ડૉ. સુભાષ ચંદ્રાની અપીલ પર મળ્યો લોકોનો સાથ, #DeshKaZee ને આપ્યું જબરદસ્ત સમર્થન
શેરધારકોની ઇજીએમ બોલાવવા માટે છે ઇનવેસ્કો
ઇનવેસ્કોએ ભારતની કંપનીઓની કોર્ટ (Companies Court) માં ઝી પર શેરધારકોની એક અસાધારણ સામાન્ય સભા (EGM) બોલાવવા માટે દબાણ કરવાના મુદ્દે કેસ દાખલ કરવામાં આયો છે. માંગને કંપનીના બોર્ડે મૂડી બજાર નિયમનકાર અને સંઘીય સરકાર દ્વારા મંજૂરીના અભાવનો હવાલો આપતાં નકારી કાઢ્યો છે. ZEE અને સોની ઇન્ડીયાના વિલયની જાહેરાત બાદ ઇનવેસ્કો અને ઓએફઆઇએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો
ડો. સુભાષ ચંદ્રાની ભાનુક અપીલ
ડો. સુભાષ ચંદ્રા બુધવારે ZEE ની યાત્રા પર વાત કરતાં ભાવુક થઇ ગયા અને ભારતીય શેરધારકો સાથે જ સરકાર પાસે મીડિયા કંપનીને બચાવવાની ભાવનાત્મક અપીલ કરી. તેમણે કહ્યું કે 'ઇનવેસ્કોમાં ઘણુ બદલાઇ ગયું છે. અથવા તો આ એક ચીની કંપની છે કે કોઇનાથી ડરતી નથી અથવા તો મને ખબર નથી.
ઇનવેસ્કો જણાવે પોતાની ડીલ: ડો. ચંદ્રા
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું કે 'હું ઝી બોર્ડને અપીલ કરું છું કે ઇનવેસ્કોને કહો કે અમે ઇજીએમ બોલાવવા માટે સહમત છીએ, પરંતુ તમે અમને જણાવો કે તમારી ડીલ શું છે. અમે શેરધારકોને સામે ઇનવેસ્કો ડીલ અને સોની ડીલ રાખીશું અને તેમને નિર્ણય કરવા દઇશું. રોયટર્સએ પહેલાં જણાવ્યું હતું કે ઝીએ નીચલી કોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવવા માટે એક અપીલીય કંપની ડિસ્ટ્રીબ્યૂનલનો સંપર્ક કર્યો, જેને તેને 7 ઓક્ટોબર સુધી ઇનવેસ્કો મામલે જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube