નવી દિલ્હી : જો તમે પણ એટીએમમાં જાઓ છો અને કેશ નહી હોવાનાં કારણે નિરાશ થઇને પરત ફરવું પડતું હોય તો તેવું હવે વધારે દિવસો સુધી નહી ચાલે. બેંકોનાં એટીએમ હવે વધારે લાંબા સમય સુધી કેશલેસ નહી રહે. રિઝર્વ બેંકે બેંકોને આ અંગે આકરા નિર્દેશ આપ્યા છે. ઝી મીડિયાને મળતી માહિતી અનુસાર બેંકોને કહેવામાં આવ્યું છે કે ત્રણ કલાક કરતા વધારે સમય સુધી એટીએમ કેશલેસ રહેશે તો બેંક પર દંડ વસુલવામાં આવશે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં વારવાર એટીએમમાં અનેક દિવસો સુધી કેશ નહી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. લોકોને નાની નાની રકમ ઉપાડવા માટે પણ બ્રાંચમાં રહેલી લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેપના આરોપી બસપા સાંસદ અતુલ રાયના ઘરે ધરપકડ માટે દરોડા
એટીએમમાં રહેલા સેંસર દ્વારા મળશે રોકડની માહિતી
બેંકોનાં એટીએમમાં લાગેલા સેંકર દ્વારા રિયલ ટાઇમ કેશની માહિતી મળે છે. બેંકોને ખબર પડે છે કે એટીએમનાં રોકડ ટ્રેમાં કેટલા પ્રમાણમાં રોકડ છે અને સરેરાશ તે એટીએમમાં થતા ટ્રાન્ઝેક્શનનાં આધારે ક્યારે રીફિલિંગની જરૂર પડશે. પરંતુ અનેક બેંકો આ કામમાં ઢીલાશ રાખે છે. અથવા તો નાના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ કોરસ્પોન્ડટ પાસે મોકલી આપે છે. બેંકિંગ કોરસ્પોન્ડન્ટ રોકડનાં બદલે ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસુલે છે. 


દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ
હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી
સુત્રો અનુસાર ત્રણ કલાકથી વધારે સમય સુધી રોહ નહી હોય તેવી સ્થિતીમાં બેંકો પર પેનલ્ટી લગાવવામાં આવશે. આ પેનલ્ટી દર રિઝનનાં અનુસાર અલગ અલગ હશે. ગ્રામીણ વિસ્તારમાં કેશ નહી હોવાનાં કારણે વધારે ફરિયાદો સામે આવે છે. આ સ્થળો પર નાની રકમ માટે પણ ગ્રાહકોએ બ્રાંચ પર જવું પડે છે. જ્યાં પહેલાથી રહેલી લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે.