અમદાવાદ  :તમામ લોકોનાં મનમાં નવું વર્ષ હાલમાં જ બેઠું છે એટલે એવી આશા છે કે તમામ સમસ્યાઓ અને દુખ 2018માં જ છુટી જશે. અને 2019માં જીવનનાં દરેક વળાંકનો સુખદ અંત આવશે, પરંતુ એવું નથી થતું... કારણ કે આપણે સમસ્યાથી શીખતા નથી. આજે આપણે ભારતની એક ખુબ જ મોટી સમસ્યા તરફ તમારૂ ધ્યાન કેન્દ્રીત કરવા માંગીએ છીએ. 27 ડિસેમ્બરે મુંબઇની એક સોસાયટીમાં આગ લાગવાનાં કારણે 5 લોકોનાં મોત નિપજ્યાં. તેનું કારણ હતું કે ફાયર બ્રિગેડને પહોંચવામાં વધારે સમય લાગ્યો હતો. કારણ કે ફાયર બ્રિગેડ બિનકાયદેસર પાર્કિંગના કારણે ઘણા લાંબો સમય JAMમાં ફસાયેલું રહ્યું. એટલે કે ફાયર બ્રિગેડનાં જે કર્મચારીઓએ આગ બુઝાવવાની હતી તેઓ દબાણ હટાવી રહ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમારે તમારી જાતને સવાલ પુછવો જોઇએ કે જો તમારા ઘરમાં આગ લાગી જાય... અથવા કોઇ Emergencyના કારણે એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડ બોલાવવી પડે તો શું આ ગાડીઓ, તમારા ઘર સુધી રોકાયા વગર પહોંચી શકશે ? આ સવાલ અંગે વિચારતાની સાથે જ તમે ગભરાઇ જશો, કારણ કે બિનકાયદેસર પાર્કિંગ અને દબાણની સમસ્યા દેશનાં દરેક શહેર... દરેક ગલી અને દરેક મહોલ્લાની સમસ્યા છે. એટલા માટે ઝી ન્યુઝ આ રાષ્ટ્રીય સમસ્યાની વિરુદ્ધ ભારતનાં તમામ શહેરોમાં અભિયાન ચલાવી રહ્યું છે. 

તમે પણ આ અભિયાનમાં જોડાઇ શકો છો. જો તમારા ઘર પાસે બિનકાયદેસર પાર્કિંગ અને દબાણની સમસ્યા હોય તો તમે તમારા મોબાઇલમાંથી વીડિયો બનાવીને અમને મોકલી શકો છો. આજે આપણે મળીને પ્રયાસ કરીએ કે 2019માં આપણે આ સમસ્યાનો સામનો ન કરવો પડે.કારણ કે જ્યા સુધી તમે અવાજ નહી ઉઠાવો, ત્યા સુધી સિસ્ટમ નહી સુધરે. 

ભારતનાં મહાનગરોની પરિસ્થિતી એવી છે કે ઘરેથી નિકળનારા લોકોને પોતાનું વાહન પાર્કિંગ કરવાની ચિંતા પણ સતાવે છે. આ ચિંતા અનેક વખત પાર્કિંગ મુદ્દે થનારા ઝગડાઓમાં પણ પરિવર્તિત થઇ જાય છે. ભારતમાં શાંતિ પુર્વક કાર પાર્કિંગનું સ્થાન શોધવા માટે તમે મોટી સહનશીલતા પણ ગણાવી શકો છો. 

IBM દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર વિશ્વમાં પાર્કિંગનાં સ્થાન મુદ્દે સૌથી વધારે વિવાદ દિલ્હી અને બેંગ્લુરૂમાં થાય છે. દિલ્હીમાં 58 ટકા વાહન ચાલકો અને બેંગ્લુરમાં 44 ટકા વાહન ચાલકો રોજિંદા પાર્કિંગ માટે ચડસા ચડસી પર ઉતરી આવે છે. ભારતમાં વાહન ચાલકને પાર્કિંગ શોધવા માટે સરેરાશન 31થી 40 મિનિટ સુધીનો સમય લાગે છે. આ બાબતે સૌથી ખરાબ પરિસ્થિતી રાજધાની દિલ્હીની છે. 

દિલ્હીમાં માર્ચ 2017 સુધીમાં જ 1 કરોડ કરતા વધારે વાહનો હતા. એક Online Taxi Appએ દિલ્હી અંગે કરેલા એક અભ્યાસ અનુસાર દિલ્હીના રસ્તા પર 14 ટકા સ્થળો પર કાર પાર્કિંગે કબ્જો જમાવેલો છે. એક અભ્યાસ અનુસાર 2021 સુધી દિલ્હીમાં પાર્કિંગ માટે સ્થાનવાળાઓને ઘરથી ઓફીસ લઇ જવા માટે 40 કિલોમીટરનું અંતર પ્રાપ્ત કરી લીધું છે, તો તેને 3 કલાક 43 મિનિટનો સમય લાગે છે. 



નિષ્ણાંતોનાં અનુસાર જો આગામી 10 વર્ષોમાં કોઇ કારગત ઉપાય નહી ઉઠાવવામાં આવે તો દિલ્હીનાં માર્ગ પર 25 કિલોમીટર પ્રતિકલાકનાં સરેરાશ સ્પીડ 5 કિલોમીટર પ્રતિ કલાક રહી જશે. જે દિલ્હીમાં અત્યાસ સુધી ટ્રાફીકનાં કારણે 60 કરોડ રૂપિયા બર્બાદ થાય છે, તેમાં 2030 સુધી 98 હજાર કરોડ રૂપિયા બરબાદ થઇ જશે. જો કે સમસ્યા કોઇ એક શહેરનું નથી. પરંતુ સમગ્ર દેશની છે. આટે આપણે આ સીરિઝની શરૂઆત તે શહેરથી કરી રહ્યા છીએ, જ્યાં બિનકાયદેસર પાર્કિંગના કારણે 5 લોકોનાં જીવ ગયા. મુંબઇમાં બિનકાયદેસર પાર્કિંગ કોલોનિયા અથવા સોસાયટીની સમસ્યા નથી પરંતુ દેશનાં પોશ વિસ્તારમાં પણ માર્ગની બંન્ને તરફ પાર્કિંગ અને દબાણ છે. આ તમારા અને તમારા પરિવારની સુરક્ષા સાથેનું અભિયાન છે. આજે તમારે તેમાં તમારે જોડાવું જોઇએ.