અઠવાડીયામાં 39 કલાક અથવા તેનાથી ઓછા કલાક કામ કરવાથી સ્વાસ્થ્ય રહેશ સારૂ
ભારતની આ કંપની માટે કામ કરનારા લોકો માટે એક સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, કંપનીનો કાઇપણ કર્મચારી સાંજે 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ઓફિસનો ફોન ઉપાડશે નહી.
શું તમારા Bossએ તમને ક્યારેય આ કહ્યું છે કે, સાંજે 6 વાગ્યા પછી તમારે ઓફિસનો ફોન ઉઠાવવો નહી અને તમારે કોઇ Official E-Mail અથવા Messageનો જવાબ આપવો નહી. આ સાંભળીને તમને લાગતું હશે કે અમે તમારી દુ:ખતી નસ પર હાથ રાખી દીધો છે. કેમ કે, તમારામાંથી મોટાભાગના લોકોને હંમેશા એ જ ફરિયાદ હોય છે, કે કામનો ભાર વધારે છે. ઓફિસમાં મોડા સુધી રોકાવવું પડે છે. ઓફિસથી ઘરે ગયા પછી પણ Bossનો ફોન Attend કરવો પડે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે, મારે ઓફિસ જવાનો ટાઇમ Fix છે, પરંતુ ઘરે પાછા ફરવાનો નથી. આવા બધા લોકોને આજે એક મોટી Multi-National E-commerce company,(ના Country Head, અમિત અગ્રવાલ)ના એક નિર્ણય વિશે જાણવું જોઇએ.
ભારતમાં આ કંપનીમાં કામ કરતા લોકો માટે એક સત્તાવાર જાહેરાત કરાઇ હતી. જેમાં કહ્યું હતું કે, આ કંપનીનો કોઇપણ કર્મચારી સાંજે 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ઓફિસનો ફોન ઉઠાવશે નહી અને ના Messageનો જવાબ આપશે કે ના E-Mail મોકલી શકશે. વધુમાં કહ્યું હતું કે, સાંજના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા દરમિયાન ઓફિનનું કોઇપણ કાર્ય કરવામાં આવશે નહી. ઘણા બધા લોકોને એવું લાગશે કે આ કંપનીએ તેના કર્મચારીઓ માટે સારા નિર્ણય લીધો છે. પરંતુ સત્ય એ છે કે, આ કંપનીને નાછુટકે આવું કરવું પડ્યું છે અને આ નિર્ણયમાં તેના પોતાનું હિત છુપાયેલું છે. આ કંપની પર આરોપ લાગ્યા છે તે અમેરિકામાં આ કપંની તેના કર્મચારી પાસે 14 કલાક કામ કરાવે છે. અમેરિકાના Senator, Bernie Sanders તેઓએ આરોપ લગાવ્યા છે. કે અમેરિકામાં કેટલીક એવી કંપનીઓ છે જેના કર્મચારી તેની જગ્યાથી ઉભા થઇ Washroom પણ જઇ શકતા નથી.
Australian National Universityના રિસર્ચ મુજબ, અઠવાડીયામાં 39 કલાક અથવા તો તેના કરતા ઓછું કામ કરવું સ્વાસ્થય માટે ઘણું સારૂ છે. પરંતુ જો કોઇ વ્યક્તિને લાંબા સમય સુધી એક અઠવાડીયામાં 39 કલાકથી વધારે કામ કરાવવામાં આવે તો માત્ર તેનું સ્વાસ્થય ખરાબ થતું નથી પરંતુ તેની નિર્ણય લેવાની ક્ષમતા પર પણ ખરબા અસર જોવા મળે છે. આ પરિસ્થિતીમાં કર્મચારીને તો નુકસાન થાય જ છે. જ્યારે તે કર્મચારી દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે કંપનીને પણ નુકશાન થાય છે. અમેરિકામાં 94 ટકાથી વધારે પ્રોફેશનલ્સ એવા છે, જે એક અઠવાડીયામાં 50 કલાક કરતા પણ વધારે કામ કરે છે. અને એવું પણ નથી કે વધારે કલાક કામ કરવાથી માણસ વધારે Productive બની જાય છે. જોકે સત્ય એ છે કે, વધારે કામ કરવાથી માણસની Productivity ઓછી થઇ જાય છે.
જેના કારણે બ્રેઇનના Cognitive Function પર અસર પડે છે. અહીંયા Cognitive Function ખરાબ થવાનો અર્થ થયો કે તમે કોઇ પણ વસ્તુ પર ધ્યાન આપી શકતા નથી. તમારી યાદશક્તિ ઘટી જાય છે. કોઇપણ સુચના અથવા જાણકારીનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટી જાય છે. કોઇપણ વસ્તુને સમજવા માટે વધારે સમય લાગે છે અને તમે તે વસ્તુને સમજ્યા પછી પણ ભુલી જાઓ છો. માટે જ આ કારણથી અમેરિકાની આ કંપનીએ ભારતમાં તેના કર્મચારીઓના કામ અને જીવનનું બેલેન્સ બની રહે તે માટે સલાહ આપી છે.
કામના ભારણથી થાકી ગયા પછી રજા અથવા Vacation પર જવું એ સ્વાસ્થય માટે ખુબજ સારૂ છે. પરંતુ શું તમે જાણો છો, કે ભારત વલ્ડમાં રજાઓના મામલે પાંચમો સૌથી વંચિત દેશ છે. એટલે કે અહીંયાના લોકો સૌથી ઓછી રજાઓ ભોગવે છે. એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 40 ટકા ભારતીય તેમના Work Scheduleના કારણે ફરવા કે રજાઓ લઇ શકતા નથી. 71 ટકા ભારતીય કર્મચારીઓએ આ સર્વેમાં જણાવ્યું હતું કે કામના કારણે તેમણે તેમની રજાઓ રદ કરાવી છે અથવા ફરી ક્યારે ક જઇશું કરીને રજાઓ મોકૂફ રાખવામાં આવી હતી. આ સર્વેમાં 37 ટકા ભારતીય લોકોએ સ્વીકાર કર્યો કે તેઓ રજાઓના દિવસે પણ ઓછામાં ઓછું એક વાર તેમનું E-Mail ચેક કરતા હોય છે અને તેનો જવાબ આપતા હોય છે.
ભારતના 60 ટકા લોકોને એવું લાગે છે કે તેમને રજાઓ મળતી નથી. એક રિપોર્ટ મુજબ 34 ટકા ભારતીય કર્મચારી કામ અને જીવન વચ્ચેનું સંતુલન બનાવી શકતા નથી અને આ કારણે તેઓ પરેશાન રહેતા હોય છે. ભારતમાં 55 ટકાથી વધારે લોકો દર અઠવાડીએ 40 કલાકથી વધારે કામ કરે છે. વધુ એક સર્વેમાં 74 ટકા લોકોએ સ્વિકાર્યું છે કે તેમના બોસ તેમનાથી આ વાતની આશા રાખે છે. કે તેઓ Regular Office Hours પછી પણ કામ કરવા માટે હાજર રહે. આ સર્વેમાં 30 ટકા લોકોએ સ્વિકાર્યુ છે કે બોસના ડરથી તેઓ રજા માંગવાની હિમ્મત ભેગી કરી શકતા નથી. જ્યારે 42 ટકા લોકો તેમના કામના પ્રેસરથી રજાઓ લઇ શકતા નથી.
21 ટકા લોકોએ આ ડરથી રજાઓ નથી લીધી કે તેમના પછી Officeમાં કોઇ તેમની જગ્યા પર આવી ન જાય. જ્યારે 21 ટકા લોકોએ માત્ર બોસને પ્રભાવિત કરવા માટે રજાઓની બલી ચડાવી દીધી છે. The Lancetમાં છપાયેલી એક Studyના મુજબ, અઠવાડીયામાં 55 કલાક કામ કરવાથી હૃદયની બીમારી અને Strokeનો ભય 33 ટકા સુધી વધી જાય છે. જો તમે ખૂબ જ વધારે કામ કરો છો, તો તમે સ્થૂળતાના શિકાર બની શકો છો. તેમને ઉંઘ ન આવવાની બીમારી થઇ શકે છે. તેમને Diabetes અને ડિપ્રેશન પણ તઇ શકે છે.
આ માટે કામના કલાકો નક્કી કરવા ખૂબ જ જરૂરી છે. કેટલાક કલાકો સુધી, નક્કી કરેલા સમય કરતા વધારે કામ કરનારા કર્મચારીઓની વેદના દેખાડવા માટે અમારી પાસે એક Video છે. આ Video હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે. જો કે વીડિયો જોતા સમયે આ વાતનું ધ્યાન રાખ જો કે તેના દ્વારા આપવામાં આવેલો સંદેશ તે લોકો પર લાગુ નથી પડતો, જે લોકો ઓફિસમાં દરમિયાન મોજ મસ્તી અને કામચોરી કરતા હોય છે. પોતાના કામ સાથે અપ્રમાણિકતા રાખનાર લોકો, કૃપા કરીને આ વીડિયો ન જોવે.