Zee MD and CEO Punit Goenka honoured: મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિએશન (IAA) ના લીડરશીપ એવોર્ડ્સમાં ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ZEEL) ના MD અને CEO પુનિત ગોયંકાને પ્રતિષ્ઠિત ગેમ ચેન્જર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુનિત ગોયંકાને મીડિયા અને મનોરંજન ક્ષેત્રના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. તેમને એક વર્ષમાં ZEE ની સફળતાની કહાની લખવાનો શ્રેય પણ આપવામાં આવ્યો છે. જેણે તમામ ક્ષેત્રોમાં વ્યવસાયોના લચીલાપણું અને ચપળતાનું પરીક્ષણ કર્યું. 


આ સન્માનનો શ્રેય ZEE ની તમામ ટીમોને આપતા ગોયંકાએ કહ્યું કે "આ એક પ્રોત્સાહન જ નહીં પરંતુ એક દ્રઢ વસીયતનામું પણ છે કે અમે ખરેખર યોગ્ય પગલું ભરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ. આ જીત ZEE પરિવારના દરેક એ સભ્યની છે જેણે સફળતા અને અમારા શેરધારકોના હિત માટે ઉચ્ચ મૂલ્ય ઉત્પન્ન કરવા માટે સતત પ્રયત્નો કર્યા છે."


ZEE ના એમડી અને સીઈઓ તરીકે ગોયંકાએ માત્ર ગુણવત્તાપૂર્ણ મનોરંજન સામગ્રી બનાવી એટલું જ નહીં, સાથે સાથે સમગ્ર સમાજમાં સકારાત્મક ફેરફાર લાવીને કંપનીના પ્રદર્શનને વધારવા અને વ્યવસાયને પોતાના નિર્ધારિત લક્ષ્યો તરફ લઈ જવામાં પણ ખુબ સફળ રહ્યા છે. 


મીડિયાના ક્ષેત્રમાં તેમની ભવિષ્યની દૃષ્ટિ અને તેજ કુશાગ્ર બુદ્ધિએ ઝીને મનોરંજન ક્ષેત્રમાં અગ્રણી બનવામાં સક્ષમ બનાવ્યું છે. જેનાથી કંપનીને આજે વૈશ્વિક કદ મેળવવામાં મદદ મળી છે. તેમના સક્ષમ નેતૃત્વમાં ZEE એ 190 દેશોમાં હાજરી નોંધાવી. આંતરરાષ્ટ્રીય બજારોમાં સફળતાપૂર્વક વિસ્તાર કર્યો અને આજે તમામ પ્લેટફોર્મ્સ પર 1.3 બિલિયનથી વધુ દર્શકો સુધી તેની પહોંચ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube