નવી દિલ્હી: એ જાણીને તમે ખરેખર નવાઈ લાગશે કે કેરળે ખુબ સારી રીતે કોરોના વાઈરસનો સામનો કર્યો છે. ત્યાં શરૂઆતમાં જે ત્રણ લોકો કોરોના વાઈરસના ભરડામાં આવ્યા હતાં તેમના વિશે સારી રીતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે આ લોકો અન્ય કેટલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં? આ વાઈરસ પીડિત એક વ્યક્તિ તો 162 લોકોના સંપર્કમાં આવ્યો હતો અને સરકારે આ તમામની ભાળ પણ મેળવી લીધી પરંતુ કેરળની સરકારને કદાચ એ ખબર નથી પડી કે ત્યાં કેટલા લોકો જેહાદવાળા વાઈરસનો ભોગ બની ચૂક્યા છે? કોરોના વાઈરસની જેમ જેહાદવાળો વાઈરસ પણ ખુબ જ ખતરનાક છે. આ વાઈરસ કેવી રીતે કેરળના યુવાઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે તે જાણવા માટે જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કહાની કેરળમાં રહેતી નિમિષા અને મેરિનની છે. નિમિષા હિન્દુ હતી. જેણે થોડા સમય પહેલા ઈસા નામના એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતાં. પોતાનો ધર્મ પરિવર્તન કરીને તે ફાતિમા બની ગઈ. પરંતુ કહાની અહીં જ પૂરી નથી થતી. કારણ કે તેનો પતિ તેને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો જ્યાં આ બંને આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ ગયા હતાં. નિમિષા હાલ અફઘાનિસ્તાનની એક જેલમાં કેદ છે  અને તેની 3 વર્ષની બાળકે ઠેબા ખાય છે. નિમિષાના પતિનું અસલ નામ બેક્સિન હતું. મૂળ તો તે પણ એક સમયે ખ્રિસ્તિ હતો. પરંતુ તેણે પણ ઈસ્લામ કબુલ્યો અને તે ઈસા બની ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...