પાલઘર : પાલઘરમાં ગત્ત ત્રણ દિવસોથી સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યાના મુદ્દે  Zee News દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં પાલઘરનાં જે ગામ ગઢચિંચલે ગામમાં આ સાધુઓની મોબ લિન્ચિંગ કરવામાં આવી ત્યાના સરપંચની આંખો દેખી ઘટના જણાવી હતી. અહીંના સરપંચ ચિત્રો ચૌધરીએ તે દિવસરે રાતની સમગ્ર ઘટના અંગે ZEE NEWS ને જણાવ્યું. ચિત્રા ચૌધરીએ ZEE NEWSને જણાવ્યું કે, તેમણએ 16 એપ્રીલ સાંજે આશરે 08.30 વાગ્યે માહિતી મળી કે ચેકપોસ્ટ પર ગાડી અટકાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi ની અપીલનું પડ્યું વજન, આ એરલાઇન દ્વારા લેવામાં આવ્યો અદ્ભુત નિર્ણય

આ માહિતીની 15 મિનિટમાં (આશરે 08.45 વાગ્યે) પોતાનાં ઘરોમાંથી ગાડી પહોંચી હતી. ગાડીનો કાચ બંધ હતો, સાધુબાબાએ તેમને હાથ જોડીને નમન કર્યું. તેમને પુછવામાં આવ્યું કે, કોણ છે, ક્યાં જવાનું છે ત્યાં સુધીમાં ટોળાએ ગાડીના ટાયરની હવા કાઢી નાખી હતી અને ગાડી ઉંધી વાળી દીધી હતી. પોલીસ આવે ત્યાં સુધીમાં આગામી બે ત્રણ કલાક આશરે (11.00 થી 11.15 PM ) સુધીમાં મોટુ ટોળુ થવા લાગ્યું. તેમણે ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો. ઘણી હદ સુધી તેઓ ટોળાને કાબુ રાખી શક્યા હતા. જો કે ટોળાએ તે અંગે નારાજગી વ્યક્ત કરી. પોલીસ બે લોકોને પોતાની ગાડીમાં બેસાડી ચુકી હતી.  અને વૃદ્ધ બાબા પોલીસનો હાત પકડીને ફોરેસ્ટની ચોકી બહાર નિકળ્યા ત્યારે થયેલા હુમલામાં મને પણ ઇજા થઇ હતી અને હું જીવ બચાવીને ગમે તેમ ઘરે પહોંચી. જ્યારે સુપ્રીટેન્ડન્ટ સાહેબ પહોંચે ત્યારે (આશરે રાત્રે 12 વાગ્યે) હું ફરી એકવાર નીચે ગઇ ત્યારે મે ત્રણેયનાં મૃતદેહ પડેલા જોયા હતા. (આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, તેમને ઘટનાની માહિતી 9.30થી 9.45 વાગ્યા સુધી મળી અને તેઓ સરેરાશ 11 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા હતા).


સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ત્યાર બાદ સરપંચે કહ્યું કે, ટોળુ એકત્ર થઇ ગયું અને કાશીનાથ આવ્યો કાશીનાથ આવીને એવી રીતે બુમો પાડવા લાગ્યો અને સીટી વગાડવા લાગ્યા. ટોળુ એકત્ર થઇ ગયું અને મને પણ તેઓ શોધી રહ્યા હતા. જ્યારે ટોળુ પથ્થરમારો કરવા લાગ્યું ત્યારે હું પણ મારો જીવ બચાવવા માટે ગમે તેમ કરીને ઘરે પહોંચી હતી. ત્યાર બાદ તોડફોડ થઇ અને હત્યા થઇ તે મે જોયું નથી. તે સમયે કાશીનાથ ચૌધરી અને પોલીસવાળા હતા. પોલીસને ગાડીમાં પીડિતો બેસી ગયા બાદ મારી જવાબદારી પુર્ણ થઇ ગઇ હતી. પોલીસ દ્વારા તેનું કર્તવ્ય નિભાવવામાં આવે તે જરૂરી હતું. જ્યારે મારી કેપિસિટી હતી મે ટોળાને 3 કલાક સુધી કાબુમાં રાક્યું. એકલી મહિલા કેટલા સમય સુધી ટોળાને કાબુમાં રાખી શકે.


મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલમંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર, કરી આ ખાસ માંગ

સરપંચે ZEE NEWSને કહ્યું કે, સાહેબ એટલું તો મે જોયું કાશીનાથ ચૌધરી જ્યારે આવ્યો ત્યારે ઘણા લોકોએ સીટિઓ વગાડી અને બુમો પાડવા લાગ્યા. ચૌધરી આયા, અપના દાદા આયા અને આ પ્રકારે ટોળુ જમા થવા લાગ્યું હતું. જ્યારે તેમણે સાધુઓને ખેંચીને બહાર કાઢ્યા ત્યારે કેટલાક લોકો મારા નામની પણ બુમો પાડી રહ્યા હતા કે તે સરપંચ તાઇને પણ લાવો. તેને પણ મારો તેવી બુમો સાંભળયા બાદ હું જીવ બચાવીને ભાગી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube