નવી દિલ્હી: નિઝામુદ્દીન મરકઝ મામલે ગુરુવારે ઝી ન્યૂઝે પોતાના ઓપરેશન વાયરસમાં લોકડાઉન દરમિયાન જમાતીઓને બહાર કાઢવા અંગે મોટો ખુલાસો કર્યો. સ્ટિંગ ઓપરેશનમાં મૌલાના ગુલામ સરવરે નિઝામુદ્દીનની આસપાસ 15 જમાતીઓને બહાર કાઢવાનો દાવો કર્યો. મૌલાનાએ આ કામને કેવી રીતે અંજામ આપ્યો તેનો ખુલાસો તેમણે પોતે જ  કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલાના ગુલામ સરવરે દાવો કર્યો કે તેણે લોટની એક ગુણીના સહારે એક જમાતીને પોલીસ પહેરા વચ્ચે બહાર કાઢ્યો. લોટની ગુણી અને એક નકલી પ્રેસ કાર્ડ. તેનું પરસ્પર શું કનેક્શન હોઈ શકે પરંતુ દિલ્હીના આ મૌલાનાએ આ બંનેને પોતાના ષડયંત્રનું હથિયાર બનાવ્યું. ઝી ન્યૂઝના ઓપરેશન વાયરસમાં ખુલાસો થયો કે કઈ રીતે મૌલાના ગુલામ  સરવરે લોટની ગુણી અને એક નકલી પ્રેસકાર્ડના સહારે તબલિગી જમાતના કોરોના સંદિગ્ધોને ભાગવામાં મદદ કરી. 


રિપોર્ટર: સારું એક વાત જણાવો જેમ કે આપણે લોકોને....
મૌલાના સરવર: તમે નિઝામુદ્દીન મારી સાથે ચાલો. ખુદા કસમ તમે કાંપી જશો. હિન્દુ-મુસ્લિમ તોફાનોમાં પણ આવો કર્ફ્યૂ નથી હોતો જે રીતે સીલ કરાયો છે. દરેક ચાર રસ્તે 12 મિલેટ્રી ફોર્સ તૈનાત છે. પરંતુ હિંમતથી કામ કરવાનું હોય છે. મારે, મૌલાના સાદ કાસમી છે એક, તે ત્યાં રહે છે. દુઆ-તાબીઝ કરે છે. અમારા નેચર પ્રમાણે જ છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO



તેમણે કહ્યું કે આ બંદા પાસે પૈસા ખતમ થઈ રહ્યાં છે. તે તામિલનાડુનો છે. એવા એવા જમાતીઓ છે અને એવી એવી રીતે ઘૂસણખોરી કરીને આવી ગયા હતાં અહીં કારણ કે મરકઝથી બધાને કાઢવામાં આવી રહ્યાં હતાં તો હવે તેમના પૈસા ખતમ થઈ રહ્યાં છે... કા તો પૈસાની વ્યવસ્થા કરો અથવા શિફ્ટ કરો. મેં કહ્યું કે ભાઈ મારી તો ઔકાત નથી. રેહવા માટે 15 દિવસ હજાર રૂપિયા વધુ આપો અને હાં શિફ્ટ કરી દઈશું. 


ખાવા પીવાની વ્યવસ્થા કરી દઈશું તો ટી-શર્ટ-ટ્રાઉઝર તેઓ અમે લઈ આવ્યાં. અમે અંદર મોકલાવ્યું,  ટીશર્ટ ટ્રાઉઝર પહેરવાનું કહ્યું. અમે કાર્ડ આપ્યાં. આ ગળામાં લટકાવી દો અને અંદર ઘૂસાડી દો. એટલે કે કાર્ડ દેખાવવું જોઈએ નહીં. ફક્ત તેની પટ્ટો દેખાવવો જોઈએ. 


(માઈક દેખાડતા)
આ આપ્યું મે. કહ્યું કે હાથમાં આવી રીતે પકડી રાખવાનું, મારી પાછળ બેસો બેગ પકડો અને 10 કિલો લોટની ગુણી ખીદી કારણ કે તેમની બેગ ભારી હતી.


હવે સમજો કે મૌલાના સરવરનું ષડયંત્ર કે લોટની ગુણીથી ગુનાહની રોટી કેવી રીતે સેકી. મૌલાના સરવર જે જમાતીઓને પોતાની સાથે લઈ જઈ રહ્યાં હતાં તેમની પાસે ઘણો સામાન હતો. 


મૌલાના સરવર: અને તેમને (જમાતીઓ)ને બેસાડ્યા, લોટનો કટ્ટો રાખ્યો. અને તેમને કહ્યું કે તમારે કશું બોલવાનું નથી. વાત અમે જ કરી લઈશું. માત્ર કહેવાનું કે સ્ટાફ એનાથી આગળ કશું બોલવાનું નથી. મૌલાનાએ કહ્યું કે તેઓ આખી દિલ્હીમાં ઘૂમે છે પરંતુ પ્રેસ કાર્ડના કારણે પોલીસ તેમને રોકતી નથી. 


મૌલાના સરવર: અમારો પાસ બનેલો છે. આમા કોઈ રોકતું નથી, આજ સુધી કોઈએ રોક્યા નથી. એકવાર સરાય કાલે ખામાં રોક્યા હતાં તો કાર્ડ દેખાડ્યું તો તેણે કહ્યું કે તેને મોટર સાઈકલ પર ચોટાડી રાખો, તો ચોટાડ્યું નહીં. 


(ડિસ્ક્લેમર- આ સ્ટિંગ ઓપરેશન જનહિતમાં કરાયું છે. અમારો હેતુ કોઈ પણ સમુદાય કે ધર્મને ઠેસ પહોંચાડવાનો નથી કે કોઈની પ્રાઈવસીના ભંગનો નથી. પરંતુ અમે એવા લોકોને બેનકાબ કરી રહ્યાં છીએ કે જે સમગ્ર સમાજના દુશ્મન છે.


ખબરની અસર
આ અહેવાલ બાદ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ મુસ્લિમ મોરચાએ ગુલામ સરવરને સંગઠનના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી હટાવી દીધા છે. દિલ્હી પોલીસે કહ્યું કે તેઓ ગુલામ સરવરના દાવાની તપાસ કરશે. એ વાતની પણ તપાસ હાથ ધરશે કે તેણે કરફ્યૂ પાસ કેવી રીતે બનાવડાવ્યો.