Zee Sammelan 2022: 'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે 2014 બાદ ભારતની અર્થવ્યવસ્થા કેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યો વિશે પણ જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષામંત્રી રાજનાથ સિંહે  કહ્યું કે સંવાદ જરૂરી છે. લોકતંત્રના સ્વાસ્થ્ય માટે સંવાદ જરૂરી છે. સંવાદની પોતાની વેલ્યુ છે. 8 વર્ષમાં સરકારે જે કામકાજ કર્યું તેના પર આપણે વાત કરીશું. સરકારે શું કર્યું, શું નથી કર્યું તે તમે લોકો સારી રીતે જાણો છો. તેમણે કહ્યું કે એક શબ્દ છે સી ચેન્જ. આ આપણને જોવા મળશે. મારું માનવું છે કે 2014 પહેલા જે પ્રકારના હાલાત હતા, 2014ની જે ચૂંટણી થઈ હતી તે સમયે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે દેશની જનતા કોંગ્રેસથી નારાજ હશે. એ જ કારણે તેમને હાર મળી. 2014 બાદ મોદી સરકારે વિઝન સાથે કામ કર્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube