Zee Sammelan 2022: ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝી સંમેલનમાં આજે કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક ગાડીઓથી પ્રદૂષણ ઓછું થશે અને આત્મનિર્ભર ભારત તરફ ડગ ભરશે. આ સાથે જ નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના રાજકારણને લઈને પણ ચર્ચા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર આપ્યું આ નિવેદન
મહારાષ્ટ્રના રાજકારણ પર નીતિન ગડકરીએ કહ્યું કે મને લાગે છે કે મહારાષ્ટ્રનું સંકટ જલદી ખતમ થશે. ગડકરીને સવાલ કરાયો કે શું આ સંકટને તમે ખતમ કરશો તો તેમણે તેના પર કહ્યું કે આગળ આગળ જુઓ શું થાય છે. આજની સમસ્યાઓમાં કાલના જવાબ છૂપાયેલા છે. જલદી તમામ સવાલોના જવાબ મળી જશે. જલદી પરિસ્થિતિ સ્પષ્ટ થશે. અંધારું હટી જશે અને સૂરજ નીકળશે. સીએમ ઠાકરેના વાદળ હટશે. તમે તેમની ખુબ નીકટના ગણાઓ છો? જેના પર નીતિન ગડકરીએ કહ્યું કે વ્યક્તિગત સંબંધ રાજનીતિથી અલગ હોય છે. પછી ભલે તે સરકારમાં રહે કે ન રહે. સંબંધ એ જ હોય છે. સરકાર બને છે બગડે છે. આપણએ બધાએ દેશ માટે કામ કરવાનું છે. ગામડાઓ, મજૂરોની સ્થિતિ સુધારવા માટે કામ કરવાનું છે. 


આ સાથે જ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને યાદ કરતા તેમણે કહ્યું કે સરકારો તો આવતી જતી રહે છે. પાર્ટીઓ પણ આવતી જતી રહે છે, પરંતુ દેશ એ જ રહે છે. બધાએ દેશ માટે કામ કરવાનું છે. ભારતને મહાશક્તિ બનાવવા માટે કામ કરવાનું છે. આપણે ચાલતા રહેવું જોઈએ. આ પ્રકૃતિનો નિયમ છે. શું મહારાષ્ટ્ર સરકારના સંકટ પાછળ ભાજપનો હાથ છે જેના પર નિતિન ગડકરીએ કહ્યું કે હું મહારાષ્ટ્રના રાજકારણ પર વધુ ટિપ્પણી નહીં કરું. પરંતુ હું એટલું જરૂર કહીશ કે જો શિવસેના અને ભાજપ સાથે આવશે તો મારા જેવા વ્યક્તિને આનંદ થશે.  


શિવસેના વિશે જાણો શું કહ્યું?
શિવસેના વિશે નીતિન ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણ અંગે વધુ ટિપ્પણી નહીં કરું. પરંતુ જ્યારે બાળાસાહેબ હતા તો તેમનો મારા પર ઘણો સ્નેહ હતો. હવે શિવસેના કોંગ્રેસ-એનસીપી સાથે ચાલશે અને ભાજપને છોડી દીધુ. હવે શિવસેના ભાજપ સાથે આવશે કે નહીં તેનો જવાબ ભવિષ્યમાં છે. શિવસેના અને કોંગ્રેસ-એનસીપીની વિચારધારા બિલકુલ અલગ છે. આથી તેમાં સમસ્યા આવી છે. જ્યાં બે પાર્ટીઓના વિચાર મળે છે તે જ આગળ વધી શકે છે. 


તેમણે કહ્યું કે ભાજપ વિચારોના આધારે ચાલે છે.  પાર્ટીની એક અલગ સિસ્ટમ છે તે પ્રમાણે આગળ વધી રહી છે અને આગળ પણ ચાલતી રહેશે. એ સચ્ચાઈ છે કે અનેકવાર શિવસેના તૂટતીરહી અને લોકો પાર્ટીથી અલગ થતા રહ્યા. બે પાર્ટીઓ આગળ સાથે રહે છે કે નહીં તેની સંભાવના ઓછી લાગી રહી છે. 


વધુમાં તેમણે કહ્યું કે રોડ એન્જિનિયરિંગમાં સુધારો કરી રહ્યા છીએ જેથી કરીને રોડ એક્સિડન્ટમાં કમી લાવી શકાય. તેના પર કામ કરી રહ્યા છીએ. ઈલેક્ટ્રિક વ્હીકલને લઈને નીતિન ગડકરીએ કહ્યું કે ઈલેક્ટ્રિક કારો માટે લોકોનું એક વર્ષનું વેઈટિંગ છે. લોકો તેની તરફ આગળ વધી રહ્યા છે. ઈલેક્ટ્રિક ટ્રક અને ટ્રેક્ટર  પણ જલદી લોન્ચ થશે. આવનારા સમયમાં લોકો કાર અને સ્કૂટર ખરીદશે તો ઈલેક્ટ્રિક જ ખરીદશે. આ દિશામાં કામ થઈ રહ્યું છે. 


નીતિન ગડકરીએ કહ્યું કે આવનારા વર્ષોમાં આપણે ઉર્જા આયાત કરનારા નહીં પરંતુ ઉર્જા નિકાસ કરનાર  દેશ બનીશું. મારી અપીલ છે કે ઘરમાં પાર્કિંગ બનાવો. રોડ અને ફૂટપાથ પર કોઈ ગેરકાયદેસર રીતે પાર્ક કરે તો કોઈ તેનો ફોટો ખેંચીને સરકારને મોકલશે તો તેને 500 રૂપિયા મળશે. રાજ્ય સરકાર સાથે આ મુદ્દે વાતચીત કરીને એવો કાયદો લાવવાની પણ વાત થઈ રહી છે. આવનારા સમયમાં દેશમાં એક્સપોર્ટ વધશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


Zee Sammelan: એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં નહીં જાય, દેશના માન-સન્માન સાથે સમાધાન નહીં- રાજનાથ સિંહ


Zee Sammelan 2022: બ્રેકઆઉટ કેટેગરીમાંથી કેવી રીતે સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં આવ્યું ભારત? રાજનાથ સિંહે જણાવ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube