Zee Sammelan 2022: ઝી સન્મેલન 2022 માં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવી પણ સામેલ થયા. આ કાર્યક્રમમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મહારાષ્ટ્રના રાજકારણમાં બીજેપીના રોલને ઇગ્નોર કરી શકાય નહીં. ત્યારે મહારાષ્ટ્રમાં જે પણ થઈ રહ્યું છે તેનાથી કોંગ્રેસ ચિંતત છે અને આ શિવસેનાનો આંતરિક મામલો છે. સાથે જ તેમણે આ વાત પણ કહી કે કોંગ્રેસ ક્યાં સુધીમાં તેમની પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે મળશે અધ્યક્ષ?
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગીમાં થોડો સમય જરૂર લાગશે પરંતુ અધ્યક્ષ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ પાર્ટી તેમના અધ્યક્ષની પસંદગી કરી લેશે. તેને લઇને પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પાર્ટી છોડીને જતા લોકો માટે સિંઘવીએ કહ્યું કે, આવતા-જતા રહે છે. કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જેના કારણે આવું બને છે.


સરકારે લીધા હતા એક્શન
ત્યારે અભિષેક મનુ સિંઘવીએ મોદી સરાકારના આઠ વર્ષના કાર્યકાળને લઇને કહ્યું કે, આશ્ચર્યની વાત છે કે આટલી અસફળતાઓ બાદ પણ તેમનું કોમ્યુનિકેશન એટલું સારું છે કે તેઓ તેને ઢાંકી શકે છે. યુપીએમાં જે સ્કેમ થયો તે ગઠબંધનની બીજી પાર્ટીઓએ કર્યા, જેને લઇને સરકારે એક્શન પણ લીધા હતા.


બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ, 27 જૂન સુધીમાં આપવો પડશે જવાબ


તપાસ એજન્સીઓ પર સવાલ
સાથે તેમણે કહ્યું કે, એપ્રિલ 2022 નો બેરોજગારી દર 7.9 ટકા છે. ત્યારે લેબર પાર્ટિશિપેશન રેટ 2016 માં 47 ટકા હતો અને આજે તે ઘણો ઘટી ગયો છે. તેમણે કહ્યું કે, મોંઘવારી પણ વધી છે. વર્ષ 2014 થી 2021 વચ્ચે વૈશ્વિક ઇન્ડેક્સે ભારતની રેટિંગ ઘટાડી છે. સાંસદ રાહુલ ગાંધીની ઇડીએ તાજેતરમાં પૂછપરછ કરી. તેને લને સિંઘવીએ કહ્યું કે, લોકોએ તે જાણવું જરૂરી છે કે તપાસ એજન્સીઓ બંધારણને આધીન છે. જોકે, તેનો દુરપયોગ આ સરકાર ઘણો કરી રહી છે. એજન્સીના દુરપયોગના પરિણામ ઝીરો છે.


સકારાત્મક સૂચન
સિંઘવીએ ઝી23 ને લઇને કહ્યું કે આમાં એક પાસું હકારાત્મક સૂચનો આપીને સુધારવાનું છે. સાથે બીજો પક્ષ એ પણ હતો કે શું તમે પાર્ટીને તોડવા ઇચ્છો છો અથવા ખરેખરમાં બદલાવ લાવવા ઇચ્છો છો, આ વિષય પણ હતો. તેને લઇને ચિંતન શિવિર પણ કરવામાં આવી. આ શિવિરમાં એક નોટ બનાવવામાં આવી અને એક સારાંશ કાઢવામાં આવ્યો હતો, જેને લાગુ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધી પરિવારને લઇને ભાજપ સતત પ્રહાર કરી રહી છે. પરિવારવાદને લઇને પણ ઘણા સવાલ ઉભા થયા છે. તેને લઇને સિંઘવીએ કહ્યું કે, ભાજપને પંજાબમાં અને મહારાષ્ટ્રના ઠાકરેમાં પરિવારવાદ નથી દેખાતો તેમને માત્ર કોંગ્રેસમાં જ દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube