Zee Sammelan 2022: ઈન્ટરનેટ યૂઝર્સ દેશમાં 5G સેવાનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બધાના મનમાં એક પ્રશ્ન છે કે આખરે ક્યારથી શરૂ થશે આ 5જી સેવા? તો આ સવાલોના જવાબ સંચાર અને ઈલેક્ટ્રોનિક તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કરતા વધુ સારી રીતે કોણ આપી શકે? આજે તેમણે ઝી સંમેલન સંવાદ જરૂરીમાં ભાગ લીધો અને 5જી સેવા અંગે જરૂરી માહિતી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 5જી સ્પેક્ટ્રમની હરાજીની નોટિસ બહાર પડી ગઈ છે. 26-27 જુલાઈથી હરાજી શરૂ થઈ જશે. હરાજી બાજ ગણતરીના દિવસોમાં રોલ આઉટ થવાનું પણ શરૂ થઈ જશે. મને લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં આપણે દેશના અનેક શહેરોમાં 5જીની સુવિધા જોઈ શકીશું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જો આપણે 8 વર્ષ પહેલાના ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો 2જીનું નામ લઈએ તો ઘણું બધુ યાદ આવી જાય. છેલ્લા 8 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેલિકોમ સેક્ટરને એક ડાઈંગ સેક્ટરમાંથી બહાર કાઢીને આજે એક એવું સેક્ટર બનાવ્યું છે કે હવે દેશના ખૂણે ખૂણામાં ડિજિટલ સર્વિસ અપાઈ રહી છે. 


કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે 2015માં જ્યારે ડિજિટલ ઈન્ડિયા લોન્ચ કરાયું હતું ત્યારે વિપક્ષે મજાક ઉડાવી હતી. આજે જુઓ ડિજિટલ ઈન્ડિયા હેઠળ જેટલી પણ ચીજો બની છે પછી ભલે તે 4જી હોય કે ડિજિટલ પેમેન્ટ હોય, દેશમાં ફેરફાર આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ટેલિકોમ સેક્ટર હવે સંપૂર્ણ રીતે સ્ટેબલ સેક્ટર બની ગયું છે. અમે એટલું જ નહીં આદિવાસી બોર્ડર એરિયામાં મોબાઈલ નેટવર્ક પણ મજબૂત કરીશું. 


સંમેલનમાં અશ્વિની વૈષ્ણવે એમ પણ જણાવ્યું કે દેશમાં સેમીકંડક્ટર્સની મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ થશે. તેમણે કહ્યું કે દુનિયામાં સૌથી મોટા સેમીકંડક્ટર કંપનીએ ભારતના સેમીકંડક્ટર પ્રોગ્રામને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં 50 હજારની આસપાસ સેમીકંડક્ટર ડિઝાઈન અમારી પાસે છે. દેશમાં બહુ જલદી અનેક સેમીકંડક્ટર્સનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે. 


Zee sammelan 2022: ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યો જવાબ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


Zee Sammelan: એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં નહીં જાય, દેશના માન-સન્માન સાથે સમાધાન નહીં- રાજનાથ સિંહ


Zee Sammelan 2022: બ્રેકઆઉટ કેટેગરીમાંથી કેવી રીતે સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં આવ્યું ભારત? રાજનાથ સિંહે જણાવ્યું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube