યુવાનોને વોટ આપવા પ્રોત્સાહિત કરશે Zee: પુનિત ગોએન્કાની પીએમ મોદીને ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશની તમામ ટોચની હસ્તીઓને મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરવા વિનંતી કરતી એક ટ્વીટ કરી હતી, જેમાં રાજનેતાથી માંડીને બોલિવૂડ સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓથી માંટીને સમાજસેવકોનો સમાવેશ થતો હતો. આ સંદર્ભમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાએ પણ વડા પ્રધાનનો આભાર માનવાની સાથે જ ખાતરી આપી છે કે, દેશના યુવાનોને વોટની કિંમત સમજાવતાં દરેકને મતદાન કરવા માટે ઝી તમામ પ્રયત્નો કરશે
મુંબઈઃ મતદાન અંગે જાગૃતિ ફેલાવામાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગની ભૂમિકા અને મહત્વને દર્શાવતાં શ્રી ગોએન્કાએ જણાવ્યું કે, યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે ઝી તમામ પ્રયાસ કરશે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, "આભાર, નરેન્દ્રમોદીજી. યુવાનોમાં જાગૃતિ લાવવામાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગ ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અમે, ઝી તરફથી યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત કરવા બાબતે ગંભીર છીએ. કેમ કે યુવાનો જ આવતીકાલનું ભવિષ્ય છે. ઝી અભિયાન ચલાવશે કે 'મતદાન એ દરેક નાગરિકની ફરજ છે.'"
ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...