#DeshKaZee: વધી શકે છે Invesco ની મુશ્કેલી! ZEEL એ NCLAT માં કરી અરજી, ઇન્વેસ્કોની નોટિસને અમાન્ય ગણાવી
#DeshKaZee: ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે એન્વેસ્કોની અરજી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રાઇબ્યૂનલમાં અરજી કરી છે. આ સિવાય કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં પણ એક અરજી કરી છે.
#DeshKaZee: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝે Invesco ની અરજી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રાઇબ્યૂનલમાં અરજી કરી છે. આ સિવાય કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. કંપનીનું કહેવું છે કે ઇન્વેસ્કોની નોટિસ અમાન્ય છે. મહત્વનું છે કે ઇન્વેસ્કો ઈચ્છે છે કે ZEEL ના બોર્ડમાં ફેરફાર થાય, તે માટે તેણે 6 નામનો પ્રસ્તાવ પણ આપ્યો છે. પરંતુ અત્યાર સુધી તેનું કોઈ મજબૂત કારણ જણાવ્યું નથી. સાથે શેરહોલ્ડરને તે પણ જણાવ્યું નથી કે મેનેજમેન્ટ કોને સોંપશે. આ મામલામાં પારદર્શિતા ન હોવાથી ઇન્વેસ્કો સવાલોના ઘેરામાં છે. તો હવે ZEE તરફથી NCLT માં અરજી કરવાથી ઇન્વેસ્કો માટે મામલો વધુ પેચીદો થઈ શકે છે.
ZEEL તરફથી જાહેર કરાયું નિવેદન
ZEEL ના પ્રવક્તા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કંપની કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયા અનુસાર નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT) માં ચાલી ગઈ છે. કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં પણ એક અરજી દાખલ કરી છે. કંપનીનું કહેવું છે કે ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફંડ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ LLC તરફથી મોકલવામાં આવેલી ડિમાન્ડ નોટિસ કાયદેસર નથી કે અમાન્ય છે. કંપનીને ભારતીય ન્યાય તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે પોતાના બધા શેરધારકોના સર્વોત્તમ હિતમાં તમામ જરૂરી પગલા ભરશે.
ZEEL-Sony સોદાને અવરોધિત કરવા ઈચ્છે છે ઇન્વેસ્કો
આ પહેલા એક વીડિયો નિવેદનમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ કેટલીક મીડિયા સંસ્થાઓને જવાબ આપતા કહ્યુ હતુ કે સવાલ ZEEL ને પૂછવાની જગ્યાએ ઇન્વેસ્કોને કરવો જોઈએ. કારણ કે ઇન્વેસ્કોએ આ મામલામાં કોઈ પારદર્શિતા અપનાવી નથી. તો ZEEL-Sony ડીલમાં અવરોધિત થવાનો પ્રયાસ કરી રહી છે. ડો સુભાષ ચંદ્રાએ કહ્યુ કે, ઇન્વેસ્કો આ મામલામાં બધા શેરધારકોને જણાવે કે તે વોર્ડમાં ફેરફાર કેમ કરવા ઈચ્છે છે. તે કોના ઈશારે કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે આ મામલામાં ચીનની દખલ જોવા મળી રહી છે.
ZEE ની મુહિમ સાથે જોડાવ
ZEE એ આ મામલામાં એક મુહિમ શરૂ કરી છે. #DeshKaZee ની સાથે જોડાયને તમે પણ દેશની પ્રથમ અને ભારતીય ચેનલનું સમર્થન કરી શકો છો. મહત્વનું છે કે ZEE ના સપોર્ટમાં બોલીવુડના દિગ્ગજ નિર્માતા-ડાયરેક્ટરે પણ ટ્વીટ કર્યા છે. તેમાં સુભાષ ઘઈ, સતીશ કૌશિક, બોની કપૂર, મધુર ભંડારકર જેવા મોટા નામ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube